________________
વિAવ ઈતિહાસની રૂપરેખા સામ્રાજ્ય પિતાને ત્યાં ઉદ્યોગની આરાધના આરંભી દીધી હતી તથા તે સાથે પિતાના સંસ્થાન બનેલા દેશમાં એક કે એક પ્રજાજનનું પિઠન કરીને આખા રાષ્ટ્રની બેફામ લૂંટ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. પોતાના વતનમાં મજ દૂરની ચાલીઓમાં માનવ જાતનું જીવન, કંગાળ અને અંધકારમય બનાવનાર સામ્રાજ્યવાદ, પિતાના સંસ્થાન બનેલા દેશને કાચે માલ ઉપજાવવાનું એક મોટું ખેતર બનાવી દઈને ત્યાંની માનવતાની સર્વાગી ખાના ખરાબી કરતે હોય છે. યુરોપમાં આ શરૂ થયેલા સામ્રાજ્યવાદના આવા આરંભના જીવનમાં ખૂદ ઈગ્લેંડમાં પણ બજારની જીવલેણ હરિફાઈને બધે ભાર મજૂરોની જીંદગી પર પડેલા કાપમાં દેખાતે હતો. ટૂંકામાં કે પગાર અને લાંબામાં લાંબા શ્રમનો સમય, ત્યારના ઈગ્લંડના કામદારની જીંદગી પર ભયાનક ત્રાસની જેમ છવાયેલું રહેતું હતું. સામ્રાજ્યવાદને જીવન કલહ
સામ્રાજ્યવાદની આ વાણિજ્ય પ્રથા હતી. આ પ્રથાને મૂડીવાદના અર્થ શાસ્ત્રીઓએ જીવન કલહનું નામ આપ્યું હતું, તથા જીવનના આ કલહને તેમણે નીતિના કાનૂન જેવો ગ્ય ઠેરવ્યું હતું. સામ્રાજ્યવાદી જીવનના આ કાનને માનવજાતની જીંદગીમાં હરિફાઇને અંદગીનું મુખ્ય સત્વ બનાવી દીધું હતું. આવા જીવલેણ જીવન વહિવટના એક રેવન્ડ ટી. આર. માલ્યુસ નામના ચિંતકે એક સામાજિક સત્ય શોધી કાઢ્યું. માલ્યુસનું આ સત્ય કહેતું હતું કે, દુઃખનું કારણ અત્યારની વાણિજ્ય પધ્ધતિ નથી, પરંતુ વધારે પડતી પ્રજેત્પત્તિ છે. એટલુ માટે દુઃખનું નિવારણ કરનાર ઉપાય તરીકે ભૂખમરે રોગચાળો અને યુદ્ધ, એ ભગવાનની મોકલેલી જરૂરી વસ્તુઓ છે. સામ્રાજ્યવાદી વાણિજ્ય પદ્ધતિમાંથી જ નિપજતાં ભ્રમમરા અને યુદ્ધોવાળા જીવન કલહને આ યુગના જ, એક સ્પેન્સર નામના ચિંતકે “સર્વાઈવલ ઓફ ધી ફીટેસ્ટ” નું નામ આપ્યું હતું. આ રીતે ડારવીને શોધેલા જીવન વિકાસના નિયમનું ખોટું આરે પણ માલ્યસે અને સ્પેન્સરે મૂડીવાદી વાણિજ્ય પદ્ધતિને બચાવ કરવા કર્યું હતું.
સામ્રાજ્યવાદે જીવનકલહનું એક મોટું વ્યાપક સ્વરૂપ આ રીતે ઈતિહાસમાં પહેલીવાર ખૂલ્લું મૂક્યું હતું. આ કલહમાં શ્રમ માન અને સામ્રાજ્ય વાદી વાણિજ્યના માલિકે પરસ્પરના જીવનવહિવટમાં કસાતાં હતાં. સામ્રાજ્યવાદી બજારની મૂડીને નિયમ જીવનને વહિવટ બનીને આગળ વધતું હતું. જીવન કલહનું આ સ્વરૂપ મેટા ભાગે આર્થિક વહિવટના સ્વરૂપવાળું હતું, પરંતુ