________________
૪૮૨
વિકવ ઈતિહાસની રૂપરેખા પ્રણ, માનવસમાજના વહિવટની સેવા માટે તેને વપરાશ શરૂ થતાં ૧૮ મે જોકે અડધે વહી ગયા હતા. આ શોધની સાથે સાથે જ ખાણમાંથી પાણી કાઢવાના પંપ બન્યા અને કોલસા દવાને ઉદ્યોગ ઝડપી બને. આ ઉદ્યોગ વિના લેખંડની ઝ૫ને ચાલે તેમ ન હતું. આ ફેરફાર પણ ઔદ્યોગિક ક્રાંતિને ફેરફાર હતે. લોખંડ અને કેલસાએ તથા વરાળે ધાતુના ઉદ્યોગની તાકાતને કાંતિકારી બનાવી અને યુરેપના જીવન વહિવટમાં વણુટખાતામાં ફલાઈંગ શટલ આવી પહોંચી. આ “ફલાઈંગ શટલે” સુતરના તારને ઝડપી બનવાની ફરજ પાડી. આ ફરજે શાળમાં નવા સુધારા કર્યા, અને જેમ્સ ટે શેધેલી વરાળ શક્તિ પણ વણુટ ઉદ્યોગમાં આવી પહોંચી.
ઉદ્યોગની ક્રાંતિના આ સ્વરૂપે ઉદ્યોગને ખાનગી ઘરના ખૂણાઓમાંથી બહાર કાઢ્યો, અને ઉદ્યોગના પિતાનાં જ નવાં ઘર બાંધવાની ફરજ પડી. નવા ઉદ્યોગઘરનું નામ “ફેકટરી અથવા કારખાનું પડયું. ઉદ્યોગનાં આ ઘરોમાં ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરેલાં ઉદ્યોગનાં સાધનો, હસ્ત ઉદ્યોગનાં નહિ પણ કોલસો લેખંડ અને વરાળથી ચાલતાં યંત્ર બન્યાં, અને ઉદ્યોગઘરે, કારખાનાં બન્યાં. ઉઘોગવાદનું ક્રાંતિકારી મનુષ્યરૂપ
ઉદ્યોગનું આ ક્રાંતિસ્વરૂપ ચલાવનારાં મનુષ્યો અથવા શ્રમમાન જૂના જગતમાં હતાં તેવાં ગુલામે કે હાલિઓ ન હતાં. આખા યુરોપ પરની ધરતી પરના તમામ દેશોમાં જમીન પરનાં આ અર્ધગુલામોએ ઊગતા મૂડીવાદ અને વ્યાપારવાદના મધ્યમવર્ગોની આગેવાની નીચે તેમને જમીન પર જકડી રાખતાં ગુલામીનાં બંધન તેડી પાડ્યાં હતાં, અને યુરોપની ધરતીને હચમચાવી નાંખનારી કિસાન ક્રાંતિઓ કરી હતી. આ ક્રાંતિની હિલચાલે નીચે યુરોપ પરની ઠાકરશાહી ખતમ થઈ ગઈ હતી, તથા ત્યાર પછી યુરોપના વેપારી અને મૂડીવાદી સમાજે યુરોપના રાજાઓને શાસન અધિકાર પણ ઝુંટવી લીધું હતું. યુરેપની આવી હિલચાલમાંથી ઔદ્યોગિક ક્રાંતિના કારખાનામાં કામ કરવા માટે યુરોપને ન શ્રમમાનવ આવી પહોંચતા હતા. આ શ્રમમાનવનું નામ કામદાર અથવા મજૂર હતું, અને આ મજૂરીનું સ્વરૂપ પણ આઝાદ સ્વરૂપ હતું. મજૂર અથવા કામદાર પિતાની મજુરી વેચવા માટે રોજના દામ અથવા રોજ ઠરાવવા માટે સ્વતંત્ર હતો. આ સ્વતંત્રતા સાથે યુરોપને આ શ્રમમાનવ ગરીબઘરમાં આઝાદ નાગરિક તરીકે રહેતું હતું અને વેપારી વર્ગની આગેવાની નીચે રજવાડાશાહીને ખતમ કરીને લોકશાહી ઘટના રચીને એ પણ હવે મતાધિકાર પામવાની લાયકાત ધારણ કરવાનું હતું. હવે યુરોપન કોઈ શહેનશાહ પણ તેને તેની મરજી વિરુદ્ધ