________________
૩૭૩
ઈગ્લેંડની રાજ્યકાતિ અને અમેરિકાનો જન્મ રાતશાહીને ખતમ કરીને ઇંગ્લેન્ડના ટાપુ પર રાજકીય એકતા રચી હતી. હેનરી ૮ માએ આ રાજકીય એકતા પર યુરેપનું અર્વાચીન રાજ્ય બનાવવાના પગલાં લીધાં. એણે પોતાની સ્ત્રીઓ સાથે છૂટાછેડા કરવાની બાબતમાં પપ સાથે તકરાર કરવાની તક ઉપાડી લીધી, અને ઈંગ્લેન્ડભરમાં ધાર્મિક સંસ્થાઓને પિપની પકડમાંથી મુક્ત કરીને ઇસાઈ દેવળોને રાષ્ટ્રિય દેવળો બનાવ્યાં અને પિતાની જાતને ધર્મના વડા તરીકે જાહેર કરી. આ રીતે એણે શાંતિમય ધર્મ સુધારણા કરી. ત્યાર પછી ઈ. સ. ૧૫૨૮ માં લીઝાબેથ નામની એની દીકરી ગાદી પર આવી. આ રાણીએ પિતાની ચુમ્માલીસ વર્ષની રાજ્યકત તરીકેની કારકીદીમાં સ્પેઈનને લશ્કરી અને વ્યાપારી રીતે પરાજ્ય કર્યો, તથા આ જમાનો ઈલીઝાબેથના યુગ તરીકે જાણીતા બન્યા. આ જમાનામાં બહારની દુનિયામાં સંસ્થાને જીતવાની હરિફાઈમાં, ઈંગ્લેન્ડ પણ ઉતરી પડ્યું. ઈંગ્લેન્ડના વેપારીઓએ વ્યાપારી કંપનીઓ બાંધવા માંડી. તથા ઇંગ્લેન્ડના જહા
એ સાતે સમુદ્રોમાં શિકાર કરવા માંડ્યો. યુરોપને વાણિજ્યયુગ વ્યાપક બન્ય,
ઈલીઝાબેથના સમય પહેલાંથી સ્પેઈને અને હેલેન્ડે જગતના નવા નવા પ્રદેશ શોધી કાઢવા માંડ્યા હતા. તેમણે તે તે પ્રદેશ ઉપર પોતાની માલીકીના વાવટાએ રેપીને તે પ્રદેશો પિતાનાં સંસ્થાને છે એમ જાહેર કરવા માંડયું હતું. પૃથ્વી ગોળ છે તે વાતની કોલંબસે જાહેરાત કર્યા પછી પિોર્ટ ગાલ પણ અમેરિકા સાથેના વેપારમાં ઉતરી પડ્યો. આ બંને વચ્ચે નવી દુનિયાની માલિકી માટેની સૌથી મોટી હરિફાઈ જામી પડી હતી. પિટુંગાલ અને પેઈનને આ હરિફાઈને લીધે યુદ્ધમાં ઉતરવું ન પડે તેટલા માટે, આ બંને જેને પોતાના ધર્માચાર્ય તરીકે સ્વીકારતા હતા તેવા પાપે નવી શોધાયેલી દુનિયાને ઈ. સ. ૧૪૯૪માં ગ્રીનવીચની પશ્ચિમે ૫૦ મી ડીગ્રીના લેજીટયુડ પાસે સીમાં દોરીને બે સરખા ભાગમાં વહેંચી નાખી અને પોર્ટુગીઝોએ આ સીમાની પૂર્વ તરફ પિતાનાં સંસ્થાને જમાવવાં તથા સ્પેનિયાર્ડોએ પશ્ચિમ બાજુએ પિતાનાં સંસ્થાને જમાવવાં એ ચૂકાદો આપી દીધો. આ રીતે યુરોપના ધર્મગુરુઓ યુરોપના બે રજવાડાંઓને નવી શોધાયેલી આખી દુનિયાનું દાન કરી દીધું. આ રીતે પેઈનની સરકારે બ્રાઝીલ સિવાયના આખા અમેરિકન ખંડની માલિક બની તથા પોર્ટુગીઝ સરકાર ઇન્ડિઝ અને આફ્રિકાની માલિક બની. એક વિચિત્ર મુકમે ચાલ્યો
પણ હવે સમય બદલાઈ ચૂક્યું હતું. યુરોપના વેપારી યુગમાં ઈગ્લેંડ અને હેલેંડ પણ આવી ચૂક્યા હતા. આ બંને દેશોએ પેઈનને પરાજય કર્યો