________________
૩૪
વિકવ ઈતિહાસની રૂપરેખા સીટીઝન મસ પેઈન છે સાહેબ ' બે અમલદારે એક બીજાની સામે જોઈને હસ્યા.
ફાટેલાં કપડાંવાળુ, લચી પડેલી ચામડીવાળું, નાકમાં છીકણીની ગંધવાળું પેલું કલેવર કંપી ઉઠયું. આઝાદ અમેરિકાની ચુંટણીના સુપરવાઈઝરે એને શાંતિથી સમજાવ્યું, પરદેશીઓને અહીં મતાધિકાર નથી હોતે, અમેરિકન નાગરિકેજ મત આપી શકે...અને તોય આપ અમસ્તા જક કરે છે !'
પણ કાંગ્રેસે સ્વાતંત્ર્ય યુદ્ધના બધા સૈનિકોને નાગરિક પદ એનાયત કર્યું છે; હું સીટીઝન ટેમસ પેઈન છું. હું નાગરિક છું. હું મારે મત આપ્યા વિના નહીં જાઉં. મતાધિકાર માટે પણ છે, અને એક ટોળાનું અટ્ટહાસ્ય એની કંપતી કાયાને હચમચાવી નાખતું અથડાયું. પછી ટેમ પેઈન આખી દુનિયામાંથી હડસેલાઈ જતે હોય તે, પિતાના એક ખેતરમાંના એકાંત ઘર તરફ ચાલે. આખે રસ્તે એણે મરણ પામવાની તીવ્ર ઈચ્છા કરી. - ટોમ પેઈન હવે મરણ પામતું હતું. આ નાસ્તિકને સ્પર્શ કરવા હવે કોઈ ડેકટર આવી શકે તેમ નહોતું. મેડમ બનેવીલ એકલી આ મહાનુભાવની સેવા કરતી એના જીવનના હલવાઈ જતા દીવા પર મમતા કરતી વિચારતી હતી. “જેણે એકવાર બેનાપાર્ટ જેવાની પણ પરવા નહતી કરી.”
પછી શું નક્કી કર્યું !” વૃદ્ધે આંખો ખોલી.
આપ કહે છે તે જ પ્રમાણે આપના ખેતરમાં જ આપને દફનાવવામાં આવશે.
ધરતી ભલી છે. અમેરિકન મા-ભોમ..પણ, પણ એણે પાછું ચિંતાથી કહ્યું, “મને દફનાવ્યા પછી તું અને નીકલસ અહીંથી જશે નહીં, હે ! મારાં વારસદાર તમે છો..મને દફનાવ્યા પછી જે આ ખેતરને વીલું મૂકયું છે તે સરકાર અહીં પણ આવી પહોંચશે અને ખેતરની...મારા ખેતરતી હરરાજી બેલાવશે અને આ ખેતરમાં દફનાયેલાં મારાં હાડને પણ બહાર ખોદી કાઢીને તેઓ વેચી મારશે! 'બોલતા સીટીઝન ટોમ પેદને આંખ મીચી દીધી.
અમેરિકન સ્વતંત્ર્યના પિતા સીટીઝન ટેમ પિઈનની પછી સ્મશાનયાત્રા નીકળી. એ સ્મશાન યાત્રામાં એક ની અને મેડમ બેનેવીલ તથા તેનાં બાળક હતાં. તેમણે પિલા મહાનુભાવને ખેતરમાં દફનાવ્યો, ત્યારે ૧૮૦૬ ના જુન મહિનાને ૮ મો દિવસ ઉગે હતે. સ્વાતંત્ર્ય સંગ્રામની યુરોપ પર અસર
અમેરિકાને આ સ્વાતંત્ર્ય સંગ્રામ સાત વરસ ચાલે. જોર્જ વોશિં ગટન આ સંગ્રામના સેનાપતિ હતો, ટૅમ પેઈને આ સંગ્રામને વિશ્વ ઈતિહાસની