________________
૧૯મા સૈકાનું જીવનરૂપ
૪૪૯ સવાલ અનેકવાર એની પાસે જવાબ માગતું હતું. એ સામાન્ય સવાલ ભગવાન વિષે હતું, અને એ મિઠાશથી હસીને એક જ જવાબ અનેકવાર લખતે હતું, “મને એ વિષે કશી જ ખબર નથી, જે મને ખબર છે, અને જે મેં, જીવનના ઈતિહાસના, કુદરતના ચોપડામાંથી જાણ્યું છે તે તે, એક અને અતૂટ જીવનરૂપને એકમાંથી બીજા રૂપવાળે નિપજતે જીવન પરમાણુથીતે માનવરૂપ સુધીને વિકાસક્રમ છે. જીવનનું એજ સત્ય છે.” જીવાણુઓની, દુનિયાને શેધક પસચર
ઈ.સ. ૧૮૬૬ માં જ અમેરિકા અને ઈગ્લેંડ વચ્ચે પહેલું કેબલ કનેકશન’ નંખાયું અને મહાસાગરોના અંતરાયોને ભૂસીને નવા અને જુના જગતે વાતચીત શરૂ કરી. એજ અરસામાં પહેલું “સ્પેકટ્રમ પૃથકકરણ” પણ થયું અને ફેટોગ્રાફીને વિકાસ ઝડપી બને. આ સમયમાં જ સૌથી મોટી શોધ જીવાણુઓની દુનિયા વિષેની થઈ. આજ સુધી હવાના ઓકસીજન વાયુમાંથી થતા આથાઓની વાત છેટી પડી અને
આ આથાઓ અથવા “ફરમેન્ટેશન” કરડે જીવાણુઓનાં જગત છે તેવી ક્રાન્તિકારી શોધ લુઈ પિસચરે કરી.
આજ સુધી પંદર વરસ સુધી આ બાબત પર એરિસ્ટોટલના ચિંતનને અધિકાર ચાલુ રહ્યો હતે. યુરોપ કહેતું હતું કે આ જીવાણુઓ શૂન્યમાંથી આવે છે. વરછલની કવિતાઓમાં અને આજ સુધીનાં વૈજ્ઞાનિક લખાણમાં પણ આ જીવડાઓની ઉત્પત્તિ આપોઆપ થતી ગણાતી હતી. આવી “આપે આપતા' ની અવૈજ્ઞાનિક વાણીને રદ કરીને જીવન વ્યવહારની ઝીણામાં ઝીણી જીવાણુ જેવી વિગત ઉકેલીને પિસચરે ફ્રાન્સની ધરતી પરથી જ, આ દિશામાં શેધક પ્રકાશ નાખ્યો. આ પ્રકાશની આરાધના એણે કયારની ય આરંભી દીધી હતી. સમયનું ભાન ભૂલીને જીવન શોધનમય બની ગએલે પસચર ઇ.સ. ૧૮૫૭ ને ઉનાળામાં, પિતાની શાળામાં પેસતો હતો. એક નાનું સરખે ઓરડે એની પ્રગશાળા હતા. એની પ્રયોગશાળા શીશીઓથી, નળીઓથી, ગરણીઓથી, બરણીઓથી સ્ટોથી ગીચોગીચ ભરાઈ ગયેલી હતી. એમાં એક ખૂણામાં એક વિચિત્ર જેવી ભઠ્ઠી ઓરડાને ગરમ રાખવા સળગતી હતી. આ મહાવૈજ્ઞાનિક કંઈક શોધી કાઢતો બૂમ પાડતો હતો, “બરાબર બરાબર ! ”