________________
૪૫૫
૧૯મા સૈકાનું જીવનરૂપ તેમણે કલા, વિજ્ઞાન સંસ્કાર, અને સંસ્કૃતિનાં સ્વરૂપ કેવી રીતે વિકસાવ્યાં તેને ઈતિહાસ છે.
આ રીતે વર્તેરે ઇતિહાસનું પહેલું તત્ત્વચિંતન રજૂ કર્યું. એણે યુરેપની સંસ્કૃતિને વિકાસ કેવા કેવા પ્રવાહમાંથી વહેતું હતું તેનું આલેખન કર્યું આ આલેખન વડે એણે ઈતિહાસના નૂતન શાસ્ત્રનો પાયો નાખ્યો. આ પાયા પર નવા ઈતિહાસકારોએ આગળ ચણતર કર્યું. આવા ઇતિહાસનાં કથને એ વતેરના અનેક દુશ્મન ઉભા કર્યા. ધર્મને પાદરી એનો સૌથી મોટો દુશ્મન બન્યો. આ ઈતિહાસ કથનથી એણે યુરોપના અહમભાવી એવાં, સંકુચિત અને અવૈજ્ઞાનિક તથા અધિકારનાં પ્યાદાઓ બનેલાં ઈતિહાસનાં આલેખને કરનાર સૌને, છંછેડી મૂક્યા. એણે ખ્રિસ્તી ધર્મ, અને યુરોપની હિલચાલને, ચીન હિંદ અને પશિયાની હિલચાલ સાથે સરખાવતાં આ પ્રાચીન હિલચાલેને પેલી મહાન હિલચાલના બાળફરજંદ જેવી ગણી બતાવી. એણે કહ્યું કે પૂર્વના પ્રદેશ ભૌગોલિક દૃષ્ટિએ જેટલા વિશાળ છે તેટલા ઈતિહાસની દૃષ્ટિએ વિરાટ અને મહાન છે. અને યુરેપની ઐતિહાસિક હિલચાલ તે એ વિરાટ પિતામહ દેશનું હજુ ગઈ કાલે જ જન્મેલું ફરજંદ છે. આવું લખનાર તેર નામના યુરેપિયનને માફ કરવાની અહમભાવી યુરેપે ના પાડી, અને ફ્રાન્સના શહેનશાહે ફ્રાન્સની ભૂમિ પર કદી પણ પગ નહિ મૂકવાનું તેને ફરમાન કર્યું.
પણ ઈતિહાસની એની નૂતન દષ્ટિએ વેલેરને આંતરરાષ્ટ્રિય નાગરિક બનાવી દીધો હતો. પિતાના ઈતિહાસના આલેખનમાં એણે બતાવ્યું છે કે દેશભક્તિને આજને ખ્યાલ એ દુષિત બની ગયા છે કે દેશભકત જેટલે પિતાના દેશને ભકત હોય છે એટલે બીજા દેશને ધિક્કારનારો હોય છે. સાચી દેશભકિત તે એ જ છે કે જે વિશ્વનાગરિક બનીને વ્યકિતને જગતના તમામ રાષ્ટ્રો તરફના અનુરાગથી ઉભરાવી શકે. આ દેશભક્ત અથવા વિશ્વનાગરિક, એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્રના વ્યવહારમાં થતી દરમ્યાનગીરીને અથવા આક્રમણને એટલે કે સામ્રાજ્યવાદી યુદ્ધને કદી ટેકો આપી શકે જ નહીં. આ ઈતિહાસ દષ્ટિએ વતેરને યુદ્ધ વિરોધી બનાવ્યું. એણે કહ્યું કે કઈપણ રાષ્ટ્રનો સૌથી મેટો અપરાધ આક્રમણ અથવા યુદ્ધ જ છે. આમ છતાં પણ દરેક આક્રમક દેશ પિતાના આક્રમણને ન્યાયી ઠેરવવાને માટે રાષ્ટ્રવાદી, વિતંડાવાદ કરતો હોય છે. સૌ સંસ્કૃતિને કાનૂન એ છે કે મનુષ્ય મનુષ્યની હિંસા કરવી નહી અને છતાં પણ એક ખૂન કરનારને જ્યારે દંડવામાં આવે છે ત્યારે રાષ્ટ્રવાદના નામમાં આક્રમણ કરનારા ખૂનીઓ, રણશિંગા વગાડીને સંહાર કરે છે. આ ખૂનીઓને અપરાધ વખાણવામાં આવતા હોય છે. આક્રમક યુદ્ધ સામેનું આવું