________________
૧૯મા સૈકાનું જીવનરૂપ
૪૬૩ પણ અંગ્રેજી જીવન રચનાએ ચારટીસ્ટ હિલચાલનું કંઈ સાંભળ્યું નહીં. છતાં આ હિલચાલે બતાવી આપ્યું કે જે આઝાદીની અને લેકશાહીની યુપને માનવસમુદાય ઝંખના કરે છે તે તો આવી જ નથી.
આ સવાલને જ અંગ્રેજી સમાજના ત્યારના જમાનાના બુદ્ધિમાન પોતાના મગજમાં ઉપરતળે કરતા હતા. તેમની નજર સામે, વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક યુગ પ્રતાપ અને તાકાતની પાછળ માનવસમુદાય માટે ગરીબાઈમાં ખદબતું જીવન દેખાતું હતું. કોઈ કહેતા હતા કે યંત્ર આ પરિસ્થિતિનું કારણ છે તે ઈ કહેતા હતા કે યંત્રની ખાનગી માલીકી આ બધા માટે જવાબદાર છે. આવાં નિરાકરણે પર આવી કોઈ મજુરોની સ્થિતિ સુધારવા માટે તેમનાં મંડળ રચતા હતા તે કોઈ તેમને માટે દિવ્યજીવનના તરંગો રચીને દીવાસ્વનો આલેખતા હતા. આ બધી મથામણ પાછળ યુરેપના જીવનની વિચારણામાં સ્થાપિત થએલે ફ્રેચક્રાતિએ જાહેર કરેલે માનવમાનવ વચ્ચેની સમાન બંધુતાને સિદ્ધાંત હતો. આ સિદ્ધાંતને છોડી શકાય તેમ હતું જ નહીં. એટલે શ્રીમંત અને ગરીબ તથા માલીક અને મજુર વચ્ચે જીવનના રેજના વહિવટમાં સમાનબંધુતા કેવી રીતે નક્કર હકીકત બની શકે તે કેયડે તેમને મૂંઝવત હતો.
એ મૂંઝવણને જવાબમાં જ હોય તેમ સુધારકે, સુધારાઓ સુચવતા હતા. સરકારને, સુધરેલા કાયદાઓ કરવાની અને એ રીતે સમાજ વ્યવહારની ગાડીનાં બન્ને પૈડાની ચાલ સમાંતર બનાવવાની અપીલ કરતા હતા.
આ બધી અસર નીચે ઈંગ્લેંડમાં રબર્ટ ઓવે પિતાની માલીકી નીચેની કાપડની મીલેમાં એક “સોસીયાલીસ્ટીક કોમ્યુનીટી ”ની રચના કરી. એજ રીતે લુઈ બ્લાંક નામના એક ફ્રેંચ પત્રકારે ફ્રાન્સપર “સામાજિક કારખાનાંઓ " જવાનો પ્રયત્ન કર્યો. અમેરિકાનાં સંયુકત સંસ્થાના આંતરવિગ્રહનું અર્થકારણ,
આઝાદી પછીના નૂતન અમેરિકન દેશનું નામ તે હતું સંયુક્ત સંસ્થાનો પરંતુ તેના જીવનવહિવટનું રૂપ આંતરવિગ્રહનું હતું. આ આંતરવિગ્રહનું કારણ આ સંસ્થાનોમાં ઉત્તર અને દક્ષિણનાં સંસ્થાનને ભિન્ન એ આર્થિક જીવન વ્યવહાર હતો. ઉત્તરનાં સંસ્થાનોમાં ઉદ્યોગ વધારે હતું તથા તેમાં મુક્ત એવા ગોરા મજુરે વધારે હતા. દક્ષિણના સંસ્થાને માં જમીનદારીનું આર્થિકરૂપ મુખ્ય હતું તથા ગેરા જમીનદારની બધી જમીન ખેડનારાં કાળાં ગુલામ