________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
એણે બૂમ પાડી, એણે સ્ટેવપર તપાવવા મૂકેલી એક શીશી લીધી ને હલાવી. એણે અંદરના પ્રવાહી તરફ તાક મારી. એના હૈાઠ ફફડી રહ્યા. ન સમજાય તેવા શબ્દો પ્રયોગશાળામાં પથરાઈ ગયા એણે એને પગ જોરથી જમીન પર ઢાકયા, એણે શીશી નીચે મૂકી દીધી. એની આંખા ફાટેલી નજર નાખી રહી. એણે એક હાથ લેધાના ગજવામાં ધાયે તે ખીજા હાથની મુકી વાળી દીધી. એની ફાટેલી નજર આખા ઓરડા પર પથરાઇ છતાં કશાને જોતી નહેાતી. એણે ચગદી નાખતાં પગલાં મૂક્યાં ચાલવા માંડયું. એ એની સ્ત્રી અને કારીતે ભૂલી ગયા હતા. આખી પ્રયાગશાળા એના માથામાંથી નીકળી ગઈ હતી. એ ગુસ્સામાં હતા, એણે દુશ્મન દેખ્યા હતા. એણે આખી માનવજાતિને દુશ્મન જોયા હતા. એણે હતા તેટલા જોરથી 2ખલ પર મુક્કી પછાડી. આખું ટેબલ આ ખિજવાયેલા પેસચરના પછાડાથી કંપી ઊઠયું. એ દુશ્મનાને ડરાવતા હોય તેમ રાડ નાખતા ખેલ્યે ઃ
૪૫૦
સમજાઈ ગયુ` છે! સમજાઈ ગયુ` છે! લુચ્ચા, તમે કેવી રીતે જન્મા છે, જામા છે અને હેરાન કરે છે તે ! મને જવાબ જડી ગયા છે’ એનાથી મેટથી મેલી દેવાયું. એને જવાબ જડી ગયા હતા. એણે જંતુઓનું નવું જગત શાધી કાઢયું હતું. ખાંડમાંથી લેકટીક એસિડ શાથી બને છે તે એને સમજાઇ ગયું હતું. હજારો વરસથી ખાંડમાંથી લેકટીક એસિડ બનતા હતા પણુ ખાંડમાં આવા લાંબા લાંબા જંતુ જન્મે છે અને તેને લેકટીક એસિડ અને છે તે વાત એણે દુનિયાને પહેલીવાર દેખાડી. કેટલાંયે વરસાથી દૂધમાંથી દહી બને છે એ સૌ કાઇ જાણતાં, પણ દૂધમાં બેકટેરીઆ નામનાં લાખા જીવડાં જન્મે છે અને એ જીવડાનું દહીં બને છે એ વાત એણે દુનિયા પાસે પહેલીવાર મૂકી.
"6
એ, જગતને નવા સંદેશા આપતા હતા. એ સંદેશા સડાને નહેાતા, જીવનને હતા. એણે સડામાં-આથામાં જીવન જોયુ હતું. એ જીવન એણે એની સગી આંખેાએ સળવળતું, ખદબદતું દેખ્યુ. વસ્તુ સડે છે એટલે એમાં લાખા નવા જંતુ જન્મે છે તે એને સમજાયું. દૂધનું દહીં થાય છે કેવી રીતે ? ખાંડમાંથી લેકટીક એસિડ બને છે કેવી રીતે ? એ સડે છે અને સડે છે એટલે એમાં લાખા જંતુની દુનિયા જન્મે છે. એજ રીતે રાગ જન્મે છે, બિમારી આવે છે. એની સામે એક પછી એક રાગ પસાર થવા લાગ્યા. એ મનમાં ને મનમાં બબડયા, “ હડકવા, ક્ષય, તાવ, કાલેરા,,..”