________________
૪૧૦
વિકવ ઈતિહાસની રૂપરેશા જાહેર કર્યું. ખરી રીતે તે ક્રાંતિની ઘટનાએ જ, કાન્તિ મારફત, યુરોપમાં જીવતાં બધાં રજવાડાશાહી સ્વરૂપે સામે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. આ બધાને એટલે આખા યુરોપના રજવાડાઓને પડકાર કરતી ફ્રાન્સની ક્રાન્તધટનાએ પડકાર જેવી જાહેરાત કરી હતી કે, અમે રજવાડી જીવન પ્રથાને વિનાશ કરવા માટે અને સમાનતા બંધુતા અને આઝાદીનું સ્થાપન કરવા માટે સમશેર ખેંચી છે અને મ્યાનને ફેંકી દીધું છે. તથા અમે યુરેપના રજવાડાંઓના પડકારના જવાબમાં યુરોપના રોજાઓના પગ આગળ ફાન્સના મહારાજાનું છેદાએલું મસ્તક ફેંકીયે છીએ.” ફ્રેંચ લોકશાહીનું વહિવટી સ્વરૂપ
રજવાડી પ્રથાને અંત લાવવાના ધ્યેયવાળી ચક્રાન્તિએ રાજાને વધા કર્યા પછી નુતન રાજકિય હકૂમતનું લેકશાહીનું સ્વરૂપ, લેકસભા અથવા
નેશનલ એસેમ્બલી” નામનું ઘડ્યું. નેશનલ એસેમ્બલીએ સમાનતા આઝાદી અને બંધુતાના સિદ્ધાંત ઉપર માનવમાત્રનું અધિકારપત્ર જાહેર કર્યું. ફ્રાન્સના લેક સમુદાયે લાલ, સફેદ અને ભૂરા રંગને આઝાદીને નવો ઝડો ફરકાવ્યો તથા “નેશનલ એસેમ્બલી ” નાં અધિવેશન માસેરા નામના નવા રાષ્ટ્ર ગીતથી ગુંજી ઉઠયાં. નવા રાજ્યના વહિવટમાં લેકે પર ધાર્મિક કરને અને અંધકારને અસહ્ય બે બનેલી ધર્મઘટનાને પણ નિષેધ થયો. “નોત્રદામ” નામના ફ્રાન્સના મહાન દેવાલયમાં સૈકાઓથી આરૂઢ થયેલી જૂની રજવાડીઓની ખ્રિસ્તી ધર્મઘટનાની પ્રતિમા ખસેડી લેવાઈ અને તેની જગા પર વૈજ્ઞાનિક સકારણતા અથવા પ્રજ્ઞાની પ્રતિમાને, “ગોડસ ઓફ રીઝન”ને ગોઠવવામાં આવી. પ્રજ્ઞાના આવા સૌંદર્યને નારી સ્વરૂપમાં સાક્ષીમાં રાખીને તથા ઈસુની મૂર્તિને બદલે આઝાદીની પ્રતિમાને ગોઠવીને અને તેના હાથમાં વૈજ્ઞાનિક સત્યની મશાલ આપીને ફેંચક્રાન્તિએ પિતાના નવા અર્થકારણનું નૂતન રાજકારણ આરંભ્ય.
રજવાડાશાહીવાળા, જાના સમયને અને રજવાડી પ્રથાવાળા જૂના જાગને જાણે અંત આવી ગયો એવું દેખાયું. ક્રાન્તિની નવી સાલગિરાહ આ અંતની પ્રથાનો આરંભ કરવા માટી નક્કી કરવામાં આવી.
અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધની ઉષ્મા અહીં ફરી વ્યાપી ગઈ. ઈગ્લેંડથી અમેરિકા ગએલે અને ત્યાંના સ્વાતંત્ર્ય યુદ્ધ સાથે વણાઇને આવેલું એક ટોમપેઈન નામને ક્રાન્તિકાર ત્યાંથી અહીં આવી પહોંચ્યા હતા અને કાન્તિના