________________
૪૧૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા મુડીના આ નવા માલીકે, કાન્તિના ઉગ્રરૂપથી ગભરાઈ ઉઠ્યા હતા તથા લેક સમુદાય પરની પિતાની આગેવાની વડે, ક્રાન્તિની પ્રાપ્તિઓને વાણિજ્ય પ્રથાની સેવા કરવા માટે જ વાપરવા માગતા હતા. ક્રાંતિનું આગેવાન પરિબળ, મુડીવાદ ઘટના
રજવાડી પ્રથાનો નાશ કરનારી, આ ક્રાંતિના આગેવાન ત્યારની સમાજ રચનામાં વાણિજ્ય વહિવટ ચાલતા હતા તે વાણિજ્યનો કારભારી ક સંચાલક મુડીપતિ હતે. મધ્યમવર્ગમાંથી હજુ હમણું જ એને જન્મ થયો હતો. જેમ ઈગ્લેંડમાં અને અમેરિકામાં તેમ ફ્રાન્સમાં અને આખા યુરોપ પર પિતાના જીવનવહિવટી કાનુનનું શાસન કરવા એ રાજસત્તા માગતા હતા, અને તેને પિતાને હાથ કરતે હતે. આટલા ખ્યાલ પૂર્વક ક્રાન્તિની ઘટનાનું આપણે નિરૂપણ કરીએ તે આપણે, આરંભથી અંત સુધી સત્તા માટે પડાપડી કરનારાં, અને ગીલેટીન પર એકબીજાને શિરચ્છેદ કરનારા કલહનું ફ્રેંચ ક્રાંતિનું વિકરાળ સ્વરૂપ સમજી શકીએ. સત્તા માટે પડાપડી કરનારાં ચ ક્રાંતિનાં આ જૂથમાં એક જૂથને આગેવાન લાફાટ હતો. આ જૂથ અંગ્રેજી ક્રાન્તિ જેવા રૂપમાં રાજાને નિયંત્રિના રાજા રાખીને ક્રાન્તિને બાંધી રાખવા માગતું હતું. આરંભમાં જ આ જૂથ પરાજ્ય પામ્યું અને ક્રાન્તિની રંગભૂમિ પરથી હડસેલાઈ ગયું. પછી બીજું જૂથ આગળ આવેલું દેખાયું. આ જૂથનું નામ રોન્ડીસ્ટ હતું. આ જૂથ પણ બંદરના માલીક વેપારીઓનું-મુડીપતિઓનું જૂથ હતું. આ સાથે જ સામાન્ય લેકસમુદાયનાં હિતેનું પ્રતિનિધિ અને તેમનાં હિતેના ખ્યાલ સાથે કાનૂન ઘડવા માગતું એક જૂથ હતું. એનું નામ “સાન્સ-ટ્યુટોલીસ” હતું. આ જૂથ સાથે મુડીપતિઓનાં ઉદામતની પણ સહાનુભૂતિ હતી. આ ઉદામત અને સાન-સ્કટોલીસનું જોડાણ એક મોટું જૂથ બન્યું હતું અને તેનું નામ “માઉન્ટન” હતું.
આ બધાનું એક મેટું વલેણું ચાલતું હતું અથવા વંટોળ વાતે હતા, અને ઉથલપાથલ મચી ગઈ હતી. આ વંટેળપર સ્વાર થઈને એક પળવાર જીરેન્ટીસ્ટો ઉભેલા દેખાયા. જંગલના વનરાજની અદાથી અને નિષ્ફરતાથી એ ગરજતા હતા અને વર્તતા હતા. પછી રાજાને વધ થયો. રાજાના વધ પછી ક્રાન્તિની પરસ્પરની ખેંચતાણ વધારે કપરી બની. વલેણું જોરથી ફરવા લાગ્યું. પેરીસ નગર હચમચી ઉઠયું. આ ઝંઝાવાત પર પલાણનારા, બેસપીરી ડેન્ટન અને મેરટ “માઉન્ટન” ના આગેવાન હતા.