________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
૪૨૪
જકડી લેવાનું કામ કરતા નૈપેાલિયન પેાતે શહેનશાહ બની ગયા પરન્તુ ખીજા શહેનશાહાની જેમજ પેાતાનું સામ્રાજ્ય જમાવવા શહેનશાહ બનેલા નૈપેલિયને આ ખીજા મહારાજાઓના પરાજ્ય કર્યું. પરાજ્ય પામેલા આ મહારાજાના દીકરાઓને તેણે પેાતાનાં લશ્કરામાં નાકરીએ રાખ્યા હતા, તથા આ મહારા જાની દીકરીઓને તેણે પેાતાના સેનાપતીએ સાથે પરણાવી હતી. આ મહારાજાઓનાં પત્થરનાં પુતળાંઓને એણે પેરિસમાં લાવીને ઉભાં કરી દીધાં હતાં. એણે આખા યુરોપને ‘યુદ્ધની છાવણી' બનાવી દીધું હતું તથા આખાય જમાનાનાં ફરજંદાને સહારી નાખ્યાં હતાં. પણ હવે જ્યારે આ તેપેલિયન પરાજ્ય પામી ચૂકયા હતા ત્યારે યુરેાપના એક એક દેશની પ્રજાએ શાંતિને પોકાર કરતી હતી. હાલીએલાયન્સની સ્મશાન શાંતિ
66
બરાબર એ જ સમયે અમે તમને સંપૂર્ણ શાંતિ આપીશું’ એમ કહીને, પરાજ્ય પામેલા પેલા મહારાજા અને રાજપુરૂષો વિએનામાં એકઠા થયા. આ સંમેલને પેાતાનુ નામ “ હેાલિ એલાયન્સ' પાડયું. આ હાલિ એલાયન્સે ફ્રેંચ ક્રાન્તિનાં બધાં પરિણામાનેા નાશ કરવાને નિશ્ચય કર્યો. ક્રાન્તિનાં પરિણામા વિનાશ કરવા માટે તેમણે પોત પોતાની પ્રજા પર દમન કરવાનાં નવાં કારાગારા ચણાવવાનું શરૂ કર્યું". આ મહારાજાએ દમનના કાયદા કાનૂને ધડવા સંમત થયા. આ મહારાજાઓનાં રાજ્યામાં તમામ પ્રકારની સ્વતંત્રતા ઉપર અંકુશ ઘડાયા, અને આઝાદીનું નામ લેનારને ભયંકર શિક્ષા કરવાનું નકકી થયું. આ મહારાજાઓના દરેકના રાજ્યમાં સૌથી વધારે તાકાતવાળુ અને માન પામવાની લાયકાતવાળુ વ્યક્તિત્વ “ પોલીસમેન ” તું ગણાયું. આ હૉલિ એલાયન્સે ” યુરોપ ખડ પર આવી જાતની શાંતિની સ્થાપના કરવા માંડી પરંતુ આ શાંતિ કારની શાંતિ હતી, અને નૂતન ઉત્થાન પામેલા યુરોપને જીવતા માનવ સમૂદાય તેને સહન કરી લેવા હવે તૈયાર નહાતા. આવી, હૉલિ એલાયન્સના પ્રતિનિધિ બનેલા રાજપુરૂષામાં મેટનીક નામના ઑસ્ટ્રિયન રજવાડાના રાજપુરૂષ હતા; અને ટાલેરાં નામના એક રાજકારણપટુ ધર્મગુરુ હતા. આ સંમેલનમાં એક બીજાની દુશ્મન બનવા માગતી યુરોપના રજવાડાંની એ વિરોધી છાવણીએ પણ એકઠી થઈ હતી. એક છાવણીના આગેવાન રશિયાના ઝાર હતા, તથા ખીજી બાજુએ પ્રશિયાના પ્રતિનીધી બિસ્માર્ક હતા, કારણ કે રશિયા પાલેડને ખાઈ જવા માગતું હતું. અને પ્રશિયા સેકસનીને ખાઈ જવા માગતું હતું. ઓસ્ટ્રીયા અને ઇંગ્લેંડના રાજ્યાનું રાજકારણ રશિયા અને પ્રશિયાને
',