________________
૪૧૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
માકલ્યા હતા. મેરટે વૈદું ભણીને પહેલાં પેરિસમાં અને પછી હાલેંડમાં અને ત્યાર પછી લંડનમાં પ્રેકટીસ કરી. ઈ. સ. ૧૭૭૩ માં એણે મનુષ્ય પર નિબંધ લખીતે ચિંતનના ઇતિહાસ પરની પોતાની પકડ ત્યારની દુનિયામાં પૂરવાર કરી, તથા વિદ્વાન તરીકે પંકાયેલા મેટને ત્યારની વિદ્વાનેાની ધણી સંસ્થાએએ બહુમાન આપ્યું. ઇસ. ૧૭૭૫ માં એડીનબગ યુનિવસીટીએ એને માન આપ્યું અને એમ. ડી. ની ઉપાધી તેને એનાયત કરી. ફ્રાન્સમાં એ ડાકટર તરીકે એટલા બધા પકાયા કે કાઉન્ટ ઑફ આર્ટીએ એના જાહેર
માનમાં મેાટા મેળવડા કર્યાં. મેટે પોતાની જાતને વૈજ્ઞાનિક તરીકે પણ પૂરવાર કરી તથા આપ્ટીકલ અને વિધુતક્ષેત્રમાં પણ એણે શોધખેાળ કરવા માંડી. ગથે, વાલ્ટેરે અને કલીને એની મિત્રાચારી બાંધી એટલે એ મહાન હતા.