________________
ઈગ્લેંડની રાજ્યકાતિ અને અમેરિકાને જન્મ
૩૯૩ જાય...પછી ઇસુનો આવિષ્કાર એકેએક નરનારીમાં થઈ જાય !” એવું એને સ્વપ્ન હતું. પણ હવે એ સ્વપ્ન વિષે એને આશંકા ઉપજી હતી. એ સ્વપ્નનો અમલ હવે પછી અમેરિકામાં જીવનનું શું રૂપ ભજવાય છે તે પર, અને ફ્રાન્સની કાંન્તિ થાય તે પર આધાર રાખે છે તે વાત એને સમજાતી હતી.
એ પાછો ફ્રાન્સ ગ. ત્યાં એણે લાફટ, મેડમ રેલેન્ડ તથા કેનડેરસેટ સાથે આઝાદીની સમાજ રચનાની ચર્ચાઓ કરી. પેરીસથી ભાગી ગએલા રાજા સામે એણે સળગતી જબાનમાં એક તહોમતનામું લખ્યું તથા રાજાને ગાદી પરથી ઉઠાડી મૂકવાની હાકલ કરી. ત્યાંથી એ ફરીવાર ઇંગ્લેંડ આવ્યો ત્યારે એની પ્રવૃત્તિના હેવાલ સાથે અંગ્રેજી જાસુસે પણ આવી પહોંચ્યા. ટોરી સરકારની કરડી નજર પેઈન પર મંડાઈ ચૂકી. અમેરિકામાં ત્યારે સુવર્ણ સંપાદન નું ધ્યેય ધારણ કરીને યુરોપથી આવેલું વાણિજ્ય રૂપ આઝાદ બનીને આઝાદીના પિતા ટીમને ભૂલી ગયું હતું, અથવા યાદ લાવીને સ્વીકાર કરવા માગતું નહતું. યુરોપને નાગરિક બની ચૂકેલે, યુરોપની આઝાદીના ઉત્સવમાં જઈને વિશ્વનાગરિકત્વનું ભાન દાખવી ચૂકેલે, એક વખતમાં અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધનું પિતા પદ પામેલે, ટોમ પેઈન વૃદ્ધ થઈને અમેરિકા પહોંચવા યુરોપમાંથી નીકળી ચૂક્યા. યુરોપમાં એની ક્રાંતિને વરેલી જીંદગી હવે સલામત નહોતી. એ કોઈ અજાણી દુનિયામાંથી ભાગી આવીને, અમેરિકન દુનિયાની પલટાવા માંડેલી ધરતી પર પગ મૂકતે હતું ત્યારે, વિશ્વનાગરિક જે, આ વૃદ્ધ, જીવનના છેલ્લા દિવસ ગુજારવા ન્યુરશેલમાં એક ગરીબ ઘરમાં આવીને અમેરિકામાં વસતા હતા. ત્યારે ૧૮૦૬ની સાલ બેઠી હતી. અમેરિકાનાં આઝાદ સંસ્થાને પ્રમુખની ચુંટણી કરતાં હતાં. જેફરસને પિતે ઉમેદવારી નોંધાવી હતી. જેફરસનને મત આપવા જવા એ વૃદ્ધ પણ ઉો. એણે ટોમ પેઈને હાથમાં લાકડી લીધી, માથા પર ટેપી પહેરી અને ચુંટણીના માંડવા તરફ ચાલતાં એણે કહ્યું, ‘ફરસન અને હું જૂના મિત્રો છીએ. મારે મત એને આપવા જવા જેટલી તાકાત હજુ આ શરીરમાં છે.”
મત આપનારાઓની હરોળમાં ઉભા રહ્યા પછી એને વારે આવ્યા. નામ ?” ચુટણી અમલદારે પૂછ્યું, થેમસ પેઈન !” અહીં શું કામ આવ્યા છે ?” મત આપવા.' માત્ર નાગરિકોને મત આપવાનો અધિકાર હોય છે,'
૫૦