________________
નૂતન યુરોપનાં બે નૂતન રાજયા, રશિયા અને પ્રશિયા
રશિયાના મહાન પિર
આ મહાન પિટર ઈ. સ. ૧૬૯૮માં યુરેાપને નજરે દેખવા માટે, તે સમયની નૂતન દુનિયા એટલે યુરેાપમાં ગયા. ખલીન, હોલેડ અને ઈંગ્લેંડની મુલાકાત લઈ આવ્યા પછી એણે બધી બાજુથી જમીન વડે જકડાઈ ગયેલા પેાતાના દેશને નૂતન જગત તરફ નજર કરવા સેંટ–પિટર્સબગ નામનું એક મેટુ દર અધાવવા માંડયું. એણે ફરીવાર યુરાપની મુલાકાત લીધી. એણે એક પછી એક નવા સુધારાએ કરવાના ધારા ધડવા માંડયા. એણે સદેશને નૂતન બનાવવાની ઝડપ વધારી દીધી. એની જીંદગી સમયની ઝડપી પારાશીશી હોય તેવી બની. એણે રૂસદેશનું મુખ, દરિયા તરફ ફેરવી નાખ્યું, અને રૂસી ધરતી પર પિટસબર્ગ અથવા પોટ્રાગ્રાડ બાંધ્યું'. એણે શાસન કરવાની જૂની પધ્ધતિ બદલી નાખી. એણે રશિયાના રાજકારણમાં યુરેાપનાં લશ્કા જેવું એ લાખ સૈનિકાનું શિસ્તબધ્ધ લશ્કર ઉમેરી દીધું. એણે જૂના સમયની ડયુમા નામની ઉમરાવાની નિમાયેલી રાજસભાને રદ કરી નાખીને સરકારી તંત્ર ચલાવવા માટે, લાયક એવા ઉસ્તાદાની અથવા વડા કર્મચારીઓની સીનેટ નામની રાજસભાની નિમણુંક કરી. રૂસ દેશની એકતા ધડવા માટે એણે આઠ પ્રાંતિક સરકારામાં આખું તત્ર વહેંચી નાખ્યું. તથા દરેક પ્રાંતાની વચ્ચે રસ્તા અને વહિવટી સબધા માંધ્યા. એણે ઠેરઠેર નવાં નગરા ઉપજાવ્યાં. તથા ઉદ્યોગા શરૂ કર્યાં. એણે નહેરા તથા ખાણા ખાદાવવા માંડયાં, તથા વિદ્યાપીઠે અને હૅસ્પિટલેા બંધાવવા માંડી. આવા પુનરૂત્થાન માટે એણે યુરોપમાંથી ઉસ્તાદાને પાતાને આંગણે લાવ્યા. એણે છાપખાનાં શરૂ કર્યો તથા રશિયાના માનવસમુદાયા માટે નવા રીતરિવાજો અને નવા પાશાકે દાખલ કર્યો. ઈ. સ ૧૭૨૧માં આ પિટરે ઇસાઇ ધર્મના વડા તરીકે પોતાની જાતને દાખલ કરી તથા વાણિજ્યને વધારે અગત્ય આપવા માટે એણે પેાતાનું પાટનગર તેવા નદીના મુખ આગળ બધાયેલા પેટ્રાત્રાડ પાટનગરમાં ખસેડયું. રૂસ દેશનું માઢુ એણે યુરેાપ તરફ્ માંડીને યુરેાપ તરફથી જ એણે નૂતન શિયાના વિકાસના પાઠ ભણવાના આર્ભ કર્યો. ખીજીવાર જ્યારે એ યુરાપ ગયા ત્યારે સદેશની નવ ધટના કરવાના પાઠ ભણવા એ પેાતે છૂપાવેશે ઈંગ્લેંડ, હાલેન્ડ અને જર્મીનીમાં તથા ત્યાંનાં કારખાનાંઓમાં મજૂર બનીને પણ ભટકયા હતો, તથા પાછા આભ્યા પછી તરત જ પોતે ગ્રહણ કરેલું યુરોપનું નવ વિધાન સી ધરતી પર ઉતારવા યુરોપના વૈજ્ઞાનિકા શિલ્પીઓ, કામદારા, નૌકાકૅપ્ટને તથા લશ્કરી નિષ્ણાતાને પોતાને ત્યાં જમા કરવા માંડયા.
૪૦૩