________________
:
: વિશ્વ ઈતિહાસની રૂપરેખા મેરીયા થેરેસાને માટે એસ્ટ્રીયાની ગાદીને અધિકાર, એક મોટું પવિત્ર ખત પત્ર તૈયાર કરીને આલેખાવ્યું હતું. પણ શહેનશાહની મડા પેટી ધરતીમાં ઉતરી કે તરત જ ફ્રેડરિકનાં લશ્કેરેએ ઓસ્ટ્રીયાની સરહદ ઉપરના સીલેસીયા પ્રાંતને કબજે લેવાની કુચ કરી, તથા થેડીક લડાઈ લડયા પછી ફ્રેડરીકે સીલેસીયાને આખો પ્રદેશ કજે કર્યો
યુરોપનાં બધાં રાજ્યની આંખ નવા જન્મેલા આ પ્રશિયન રાજ્ય તરફ આઘાત પામીને દેખવા માંડી. ૧૯મા સૈકાની શરૂઆતમાં જર્મન દેશની ગણત્રી યુરેપનાં રાજ્ય કરતાં જ નહોતાં, પરંતુ ૧૮માં સૈકાની અધવચમાંજ યુરેપનાં રજવાડાંઓને વિચારમાં નાંખી દેતું હોય તેવું પ્રશિયન સ્ટેટ જર્મનીમાંજ જન્મી ચૂકયું હતું. આ પ્રશિયન સ્ટેટની સુકાન ધારણ કરેલ મહાન ફ્રેડરિક નામને એક રાજ્યક્ત હતા. એણે યુરોપની પસંદેશ નીતિમાં પ્રશિયન સ્ટેટની ગણના સિવાય હવે યુરેપના રજવાડામાં નહિ ચાલે તેની ખાત્રી આપી દીધી હતી. પ્રશિયન સ્ટેટની તાકાતને મજબૂત પાયા પર ઘડવા માટે એણે પિતાના પ્રદેશની અંદરનો રાજ્યવહિવટ સુધારક બનાવવા માંડ્યું હતું. જે ઝડપથી રશિયાની વિશાળ કાયા પર મહાન પિટરે ઝડપી ફેરફાર કરવા માંડ્યા હતા તેજ રીતે આ મહાન ફેડરીકે પણ જર્મનીની ભૂમિ પર સુધારાઓ કાતરી કાઢવા માંડ્યા હતા. એણે પિતાને ત્યાં ઉધોગનો આરંભ કર્યો. રાજ્યના ખજાનામાં જમા બાજુને વધારે મોટી બનાવી. ન્યાય પ્રથામાંથી અંગચ્છેદ અને યાતનાઓ કાઢી નાંખી ને એણે લશ્કર અને વાણિી હિલચાલ માટે નવા રસ્તાઓ બંધાવ્યા, તથા ઠેરઠેર નિશાળો અને વિદ્યાપીઠે બાંધવા માંડી. - પ્રશિયાનું નામ ધારણ કરીને નવા જન્મેલા આ રાજ્ય આખી જર્મન ભૂમિ પર નવો આત્મવિશ્વાસ પેદા કર્યો. આ બધું કરનાર પ્રશિયન સ્ટેટ યંત્ર જે યંત્રવાહક મહારાજા હવે ઘરડે થયો હતો, તથા જૂના લશ્કરી લેબાસમાં ગીધ જેવા નાકમાં છીંકણું સુંધતે પોતે લખેલું “એન્ટીમેકીઆવેલી” પુસ્તક વાંચતે હતે; અને ખુશ થતો હતો કે એણે પોતે લખ્યું હતું તેવું કરી બતાવ્યું હતુ. ઈ. સ. ૧૭૮૬માં જ એને અંતકાળ પાસે આવી પહોંચે. એના બધા મિત્ર મરી પરવાર્યા હતા. એને એક પણ સંતાન હતું કે નહિ, એટલે એના અંતની સાથીદારીવાળા એના એક વફાદાર નોકરે તથા એના વફાદાર કૂતરાએ એને આખરી વિદાય આપી.