________________
૩:૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
વર્ષોં સુધી જાણે પેાતાની ખાનગી જાગીરને વહિવટ ચાલાવતા હોય તેવી રીતે એ રાજાએ પોતાની ઇચ્છા પ્રમાણે કરવેરા નાખીને રાજ્ય ચલાવ્યું. આ કર વેરાઓને પ્રજાએ ગેરકાયદેસર જાહેર કર્યો. છેવટે ઈ સ. ૧૬૪૦ના એપ્રિલમાં પાર્લામેન્ટને ખેલાવવાની રાજાને ફરજ પડી. થોડાંજ અવાડિયામાં એણે એ પાર્લામેન્ટને પણ બરતરફ કરી અને ઇ. સ. ૧૬૪૧ ના નવેમ્બરમાં નવી પાર્લામેન્ટને એણે મેલાવી.
3,
આ સવાલને આખરી મુકાબલા કરી લેવાના મિજાગવાળી નવેબરની નવી પાર્લામેન્ટ બેઠી. આ પાર્લામેન્ટે જાહેર કર્યું" કે રાજાના ફરમાનથી હવે પોતે બરતરફ થશે નહિ. કારણ કે, પાર્લામેન્ટને બરતરફ કરવાનો અધિકાર રાજાનેા નથી પણ પાર્લામેન્ટને પોતાના છે. ઇ. સ. ૧૬૪૧ ના ડીસેમ્બરના પહેલા દિવસે પાલોમેટે રાજાને એક મોટી વાંધા અરજી સુપ્રત કરી. આ અરજી “ ગ્રાન્ડ રેમોનસ્ટ્રન્સ ’અથવા ઠપકાની દરખાસ્ત તરીકે જાણીતી બની. ત્યાર પછી તરત જ રાજા અને મૂડીવાદી લાકશાહી વચ્ચેની લડાઈ હવે પાર્લામેન્ટના મકાનમાંથી બહાર નીકળીને યુદ્ધના મેદાન પર આવીને ખડી થઇ ગઈ, ૧૬૪૨ ના જાન્યુઆરીમાં રાજાએ લંડન છેડયું, અને લશ્કરની સજાવટ કરવા માંડી. ધર્મસુધારણામાં આગળ રહેલા પ્રોટેસ્ટન્ટા અને પ્યુરિટનેએ રાજાના લશ્કર સામે લડનારૂ નવું લશ્કર યોજવા માંડયુ, તથા લકા તેમાં સ્વયંસેવકા તરીકે જોડાવા માંડયા.
ઈંગ્લેડની ભૂમિપર નવી જ જાતનું યુદ્ધ શરૂ થયું. એ વર્ષોંમાં ચા એ વખત હાર્યો. લેાકેાના લશ્કરના સેનાપતિ આલિવર ક્રોમવેલ નામના હતા. ક્રોમવેલે ઈ. સ. ૧૬૪૫માં તેસ્બી આગળ ચાર્લ્સના પરાજય કર્યાં. ચાર્લ્સ રાજા કૅાટલેંડ તરફ નાઠો. સ્કાટ લાકાએ અંગ્રેજી રાજાને પકડીને ઇંગ્લેંડની પાર્લામેન્ટને વેચાતા આપ્યા. પાર્લામેન્ટે રાજા પર દેશદ્રોહને આરેાપ મૂકીને તેના પર કામ ચલાવવા માટે ખાસ એક અદાલતની નિમણુંક કરી. આ અદાલતે રાજાને દેહાંતદંડની શિક્ષા ફરમાવી. ઇ. સ. ૧૬૪૯ના જાન્યુઆરીના ત્રીસમા દિવસે અપરાધી રાજાને વધ:સ્તંભ તરફ દોરી જવામાં આવ્યા. આ રીતે યુરોપના નૂતન યુગમાં જૂની રજવાડી પદ્ધતિ પ્રમાણે રાજ્ય કરવા માગતા અંગ્રેજી રાજાના કાયદેસર રીતે શિરચ્છેદ કરી નાખવામાં આવ્યા.
વેપારી સમાજને પહેલા સરમુખત્યાર
રાજાના દૈવિ અધિકારના શિરચ્છેદ કરી નાંખ્યા પછી, યુરોપ પર શરૂ થવા માંડેલા વેપારી યુગના મૂડીદાર વર્ગે, વ્યાપારી વિકાસના બધા વિકાસને