________________
૩૮૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
જાહેર કર્યો. આ સંસ્થાની જમીન પટ્ટી ઈ. સ. ૧૬૦૭ થી જેસ ટાઉન આગળથી શરૂ થઈ ત્યારની ઈંગ્લંડની હકુમત નીચે ગણાઈ ચૂકી હતી. પછી ૫૦ વર્ષની અંદર જ મેસાચુસેટથી જોઈ આ સુધીની બીજી પટ્ટી ઉત્તરથી દક્ષિણ તરફ દેડતી હતી, અને તે પટ્ટી પરનાં તેર સંસ્થાન પર પણ ઈગ્લેંડની હકુમત ચાલુ થઈ ગઈ.
માતૃદેશ ઈગ્લેંડની આવી વધતી જતી આબાદીને લીધે શરૂઆતમાં અમેરિકન સંસ્થાનવાસીઓ ખુશ થતા હતા. અમેરિકામાં સહુને પછીથી ખબર પડી હતી કે નાનું સરખું ઈંગ્લંડજે તેમનો સૌને માતૃદેશ હતો તે હવે પિતાનું સામ્રાજ્ય દુનિયાભરમાં પાથરવા માંડ્યું હતું. ઈન્ડીઝના નામથી ઓળખાતા પશ્ચિમ તરફના ટાપુઓ પર પણ માતૃદેશ ઈગ્લેંડને ઝંડો ફરકતો હતો. યુરોપની અંદર જીબ્રાલ્ટર ખડક તાબે કરીને ઈંગ્લેંડ પિતાને ઝંડે ત્યાં પણ રોયો હતો અને અઢારમે સકે અડધો પૂરો થઈ ગયે તેટલામાં તે ઈગ્લેંડ નામના ટપકા સરખા માતૃદેશે હિન્દ નામના હાથી જેવા દેશને ગળી જવા માંડે હતે. માતૃદેશની કેવી આ ભવ્યતા હતી! આ ભવ્યતાને અમેરિકાનાં સંસ્થાનવાસીઓ પોતાની માતાની ભવ્ય છબીને દેખતા હોય તેમ દેખી રહેતા હતા. આ છબીનું નામ “બ્રિટીશ એમ્પાયર” હતું. આ એમ્પાયર પૃથ્વીને ભાગ પર છવાઈ ગયું હતું.
પણ અમેરિકાનાં આ સંસ્થાનવાસીઓને હવે નરી આંખે દેખાતું હતું કે ઈડ નામની તેમના બાપ-દાદાની માતૃભૂમિ આ સામ્રાજ્યને મોટું અને મોટું બનાવવા માટે એક પછી બીજે પ્રદેશ જીતી લેવા માટે યુદ્ધો લડયા કરતી હતી. આ લડાઈઓના કારણમાં એક પછી બીજા પ્રદેશ પર પિતાનું રાજ્ય સ્થાપવાનો ઈગ્લેંડનો હેતુ હતો. બીજા પ્રદેશોને ગુલામ બનાવીને તેના પર પિતાનું રાજ્ય સ્થાપવાનો હેતુ તે પ્રદેશમાં પિતાને ત્યાં બનતે માલ પતે નક્કિ કરેલા ભાવે વેચવાને તથા એ પ્રદેશ ઉપરને કાચો માલ પોતે નકિક કરેલા ભાવે ખરીદવાને હતે. યુરોપના જે દેશે બીજા પ્રદેશ પડાવી લઈને ત્યાં પિતાનું સામ્રાજ્ય સ્થાપવા મથતા હતા તે પણ આ કારણને લીધે હતું.
ઈગ્લેંડે ૧૭માં સકાના અંત પહેલાં તે સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપી દીધું. અમેરિકાનાં સંસ્થાને પણ ઈગ્લેંડના સામ્રાજ્યનો જ એક ભાગ બની ચૂક્યાં હતાં. જેના પર ઈગ્લેંડની પાર્લામેન્ટની હકુમત હતી અને જેને માટે ઇંગ્લંડની પાર્લામેન્ટ ત્રણ હજાર માઈલ દૂર બેઠી બેઠી કાયદાઓ ઘડતી હતી તે અમેરિકન સંસ્થાને પરનું ઈગ્લેંડનું રાજ્ય ઈ. સ. ૧૬૦૭માં શરૂ થયું હતું અને તેને આજે ૧૫૬ વર્ષ પૂરાં થયાં હતાં. પિતાની હકુમત નીચેના અમે. રિકાનાં સંસ્થાને માટે ઈંગ્લંડની પાલીમેન્ટ જે કાયદાઓ ઘડતી હતી તેમનિ