________________
ઉત્થાનયુગનુ પાત્રાલેખન
૩૬૫
tr
જીવતા બનીને આ વૃદ્ધ પિતા સાથે વાત કરતા હતા. “ આકાશી પદાર્થોની ગતિ” નામના આ પુસ્તક પર લખાયેલા લેખક તરીકેના પાતાના પોતે લખેલા નામ પર એની નજર ઠરી, ટુરીનને, નીકાલસ કાપરનીકસ.’' વૃદ્ધે એક નિશ્વાસ નાખ્યા. આ પુસ્તકને જગતમાં જાહેર કરવાની એની ઇચ્છા સળગી ઉઠી. એનુ આખુ` કલેવર હચમચી ઉઠયું. એણે પોતાની જાતને ખૂમ પાડીને સંભળાવી દીધું કે, · ગમે તે થાવ. ભલે જગત આધાત પામી જાય...ભલે કાપરનીકસને જીવતા સળગી જવું પડે, પણ આ પુસ્તક જગત પર ફરવા નીકળશે જ અને કહેશે કે પૃથ્વી સ્થિર નથી, કરે છે. આકાશમાં સૂર્ય પણ કરે છે અને સુરજની આસપાસ ફરનારાંઓમાં પૃથ્વી છ જણમાંની એક છે, અને સુરજ તેના પિતા છે.”
"
વૃદ્ધની અંદર, સત્ય કથનની હિંમતે ઉછાળા માર્યાં. એણે પેલા મહાન પુસ્તકનાં એક પછી એક પાન ઉથલાવ્યાં. દરેક પાનને અડતી એની આંગળીએ એની જીંદગીનાં પાન જાગી ઊઠતાં, જેવા થાય તેવા આનંદ એની અંદર ઉભરાવી દીધા. એને આ પુસ્તક સાથે જોડાયેલી પેાતાની જીંદગીનુ ઈટાલીની ભૂમિ પરનું યૌવન યાદ આવી ગયું.
એક જુવાનની જેમ, ઉઠીને, પુસ્તક લપેટીને એણે બીજી ઓરડીની બહાર ખૂમ પાડી, “ જોશીમ...જોશીમ, રેટીકસ, ઉડ, ઉભા થા.. હું તૈયાર છુ, તારી સાથે આવવા, ચાલ આપણે ચાલી નીકળીએ ! ”
""
જુના જગત સાથે યુદ્ધ ખેલવા પેલુ' પુસ્તક, ચાલી નીકળ્યું. નુરે બગ માં આવી પહેાંચેલા વૃધ્ધ અને જીવાતે એક છાપખાનામાં તેને છપાવવા માંડયુ.... પુસ્તક છપાઈને આવી પહેાંચ્યું ત્યારે પેલા વૃદ્ધ મરણ પથારીમાં પડયા હતા. એની જી ંદગીનેા આ છેલ્લે દિવસ હતા. એ છેલ્લા દિવસે એણે પેલું પુસ્તક હાથમાં લીધું અને પલકારા માર્યા વિના દેખ્યા કર્યું.
વૃદ્ધ મરણ પામ્યા હતા પણ જીવતું બનેલું પેલું પુસ્તક જુના જગતના અબુધ વિદ્રાનાની ઊંધ ઉરાડી નાખતું તોફાન જગવતુ વટાળીયાની જેમ ફરવા નીકળી પડયું.
સંસ્કાર જેવા જયાતિ ર
સર પીરા–એન્ટાની ફ્લોરેન્સના વકીલ હતા, એના વાસની આસપાસ ખડકના રસ્તાઓ વીંટળાયા હતા. એના આંગણા પર ડાલતી લતાએ નાચતી હતી, ઊંચાં ઝાડ ડોકાતાં હતાં, ટસ્કન ટેકરીઓનાં ઊગતા આથમતા મેળા
પડતા હતા.