________________
ઉસ્થાવયુગનું પાત્રાલેખન
શ્રીમંત સોદાગરોનું એનું આખું જગત હવે એની ચિત્રશાળામાં રૂપ ખરીદવા આવ્યા જ કરતું હતું. એનું ઘરાક બનેલું જગત શંગારને પિતાની છબીમાં મઢવા દામ ચૂકવતું હતું અને આ શંગાર સ્વામી પિતાના શ્રીમંત સેદાગરોના રૂપને જેવું હતું તેવું નહિ પણ જેવું તેમને જોઈતું હતું તેવું મઢીને એમની મનરંજન છબીઓ ચીતરી આપતું હતું. પીછીંની એકજ હલકથી એ કદરૂપતા હોય ત્યાં રૂપ દાખવતો હતો, ઘડપણની કરચલી હોય ત્યાં તાજગી ભર હતો અને મોતની ઉદાસીન છાયા હોય ત્યાં પ્રણયની હવા લહેરાવી દેતો હતો.
એ વ્યાગારી જમાનાને આ શંગાર સ્વામી જેમ જેમ વૃદ્ધ થતે ગયે તેમ એની પીંછીની ઝલક વધારે આતુર બનીને દીપી ઉઠી. એંશી વરસની યુવાની માણતા ટિશિયન, વીનસનાં અનેક નાગાં ચિત્રો દોરીને, વ્યાપારી યુગના સૌંદર્યમાં લિલામની લલિત જીવનકલા ઉભરાવી દીધી. પ્રાચીન ગ્રીસ દેશની આ દેવી હવે વેનીસના સેદાગરોના શંગાર સજીને, વેનીસની વારાંગના દેવી બની. આ કલા કૃતિઓના પિતા, એંશી વરસની ઉંમરે, વેનીસના સ્વપ્ન નગરમાં વાસનાઓનાં સ્વપ્નોની હાટડી ભરીને, કમાણુ કરવા લાગી ગયા.
એના મહાલયના ચોગાનમાં આનંદ રાત્રિઓના ખાણપીણું અકરાતિયાં બની ગયાં. જેને એ દેવી એરેટીને કહેતો હતો એ એક વેનીસને સંસ્કારી આનંદસાથી આજનાં પીણામાં, વારંવાર પીધા પછી પોતાના જાડા હેઠપરથી ખરતા લવારાને એકાએક બંધ કરી દે, છેલ્લી પ્યાલીને હાથમાંની ઢીલી પડી ગએલી પકડમાંથી પડી જવા દેતો, “આમીન ” બેલતે ઢળી પડ્યા અને પછી મરણ પામી ગયા. ત્યારથી પિતાના આનંદમાં એકલે એવો નવાણું વરસની વયવાળો આ સંસ્કાર સ્વામી તેની પર ઊતરી પડેલા લેગને પડછાયો દેખતે હોય તેમ એની દીકરી વિનિયાને કહેતે હતો; “ફ્રાન્સિસ્કન દેવળના મહાન ચગાનમાંની એક જમીનને સોદો કરવા જાઉં છું.”
એણે મઠાધીસ સાથે સેદો કર્યો કે, “મરેલા ઈસુને ક્રુસ પરથી ઉતર્યા પછી પોતાના ખોળામાં સુવાડીને બેઠેલી મેરીનું ચિત્ર આ દેવળની દિવાલ પર, દોરી આપવાને હું તૈયાર છું જે તેના બદલામાં તમે આ મહાન દેવળના ચેગાનમાં જ મારું મડદુ દાટવા માટેની રોનકદાર જગ્યા કાઢી આપે તો.” મઠાધીશે આ સેદે કબૂલ કર્યો અને પછી નવાણું વરસને ટિશિયન પેલું મશહૂર ચિત્ર આલેખવા માંડ્યું.