________________
૩૪૬
વિકવ ઈતિહાસની રૂપરેખા કે ઘરને આશરે નહિ આપવાનો વટહુકમ પિપે પસાર કર્યો, તથા જર્મનીના કોઈપણ સ્ત્રીપુરુષે લ્યુથરનું લખાણ નહિ વાંચવાનું પિપે ફરમાન કર્યું. આખા જર્મની પર ધર્મ સુધારણાની આ હિલચાલ ઉગ્ર બની ગઈ અને ઉત્થાનયુગની આ ધર્મ-સુધારણા આખા યુરોપમાં ખળભળાટ મચાવી મૂકતી જૂના જગત સામે વાંધા અરજી જેવી બનીને વિસ્તાર પામી. આ ધર્મ સુધારણને આગેવાન માટીન લ્યુથર ઈ. સ. ૧૫૪૬ માં મરણ પામ્યા અને યુરોપે ધારણ કરેલી સુધારણાની હિલચાલે, યુરેયનાં રાજ્યોને બે ધર્મ છાવણીઓમાં અથવા ઈસાઈ ધર્મના બે પથેનાં વહેંચી નાખ્યાં. ઇસાઈ પંથેની સાફસુફી
તાજી શરૂ થયેલી યુરોપની સંસ્કૃતિમાં ઈ. સ. ના ૧૬ મા અને ૧૭ મા સૈકાઓએ ધર્મ સુધારણાની હિલચાલ મારફત યુરોપના જીવનને હચમચાવી નાખ્યું. આ હિલચાલમાં યુરોપની સમાજ રચનામાં નવા ઊગી નીકળેલા મૂડીવાદી વર્ગનું અને વાણિજ્યનું પરિબળ પણ ઓતપ્રોત બની ગયું હતું. વાણિ
જ્યના આ પરિબળ સાથે ધર્મપથમાં ખળભળાટ મ. ત્યારનાં માનવ સમાજમાં લેકમાં ઈ. સ. ના સત્તરમાં સૈકામાં સંસ્કૃતિના બાળક જેવા દેખાતાં યુરેપનાં ભાન ધર્મનું નામ લઈને ઘણો ઘવાટ કરી મૂકતાં હતાં અને ઉત્પાત મચાવતાં માલુમ પડતાં હતાં. આ ઘંઘાટમાં “ કેલીક” અને “પ્રોટેસ્ટન્ટ” નામના શબ્દ સૌથી વધારે જોરશોરથી સંભળાતા હતા. યુરોપના નવા જન્મેલાં બાળકોને તેમનાં માબાપને તેમને ગળથુથીમાં દીધેલી ધમ પંથની દિક્ષા પ્રમાણે આ બંને નામને તેઓ ધારણ કરતાં હતાં. આ બાળકોએ પોપકે માટીન લ્યુથરના સિદ્ધાંતને સમજ્યા વિના ગેખેલાં સૂત્રોની ધૂન લગાવીને લડાઈઓમાં કૂદી પડવા માંડયું હતું. આ બધા વલેણામાં, વાણિજ્ય હકુમત રજવાડી હકુમતને મૂકાબલે કરતી હતી તથા રાજા અને પેલા બે ધર્મ પંથે પણ બે છાવણીઓમાં વહેંચાઈ જઈને અંદર અંદરની કતલ કરતા હતા.
આવા યુરોપના એક એક દેશમાં ઈસાઈ ધર્મના બંને પંથેએ એક બીજાના વિરોધી પક્ષકારોને ત્રાસ આપવા માટે નર્કાગાર જેવાં કારાગાર સજ્ય હતાં તથા પરસ્પરના વિરોધીઓને જીવતો સળગાવી મૂકવા માટે ચિંતા અખંડ ચાલુ રાખી હતી. યુરોપના રાજ્યકર્તાઓ તથા યુરોપની સરકારે પણ ટેસ્ટન્ટ અને કેથોલીક પંથની બે છાવણીઓમાં વહેંચાઈ ગયાં હતાં. આ બને છાવણીમાં ઘાતકી યાતનાઓ મનુષ્યની સંસ્કૃતિને ન છાજે તેવું અત્યંત શરમજનક એવું પશાચિક સ્વરૂપ ધારણ કરતી હતી. આ બધી અંધાધૂંધીમાં પણ ધર્મ હિલચાલનું સુધારાનું સ્વરૂપ પ્રગતિવાળું દેખાતું હતું. કેથલિક પંથવાળા પોપના પ્રતિનિધીઓ લેકે પર ભૂવાઓની જેમ જાદૂ કરતા હતા, અને ધર્મના