________________
વિવઈતિહાસને ઉત્થાન યુગ
૩૪૯ વેપારને વ્યવસાય પણ ચાલતું હતું. મધ્યયુગમાં વ્યાયારનું બીજું મથક બાટીક સમુદ્ર હતું. આ બંને સમુદ્રોના વેપારીઓનું સંગમ સ્થાન ફેલેન્ડર્સને પ્રદેશ હતું. આ સમયે જ વ્યાપારનું મથક ઈટાલીનું વેનિસનગર હવાને બદલે ફલેન્ડર્સ હવે નૂતન વ્યાપારી મથક બનતું હતું. આ સમયે યુરોપમાં મુડીવાદને આરંભ થતું હતું, એમ કહી શકાય. આ અરસામાં ઈગ્લેંડની અંદર વેપારીઓનાં ગીલ્ડઝ બંધાઈ ચૂક્યાં હતાં આ વેપારી મંડળોએ પિતાના ખાસ હક્કનું અને વેપારી હિતેનું રક્ષણ કરવા માટે અંગ્રેજી રાજા પાસેથી અધિકાર-પત્રો મેળવવા માંડ્યાં હતાં. ઈગ્લેંડે પિતાને માલ હવે બહાર પણ મેલવા માંડ્યા હતો. અંગ્રેજી ધરતી પર સાહસિક વેપારીઓએ આ રીતે ૧૬ મા સૈકાની શરૂઆતથી જ અંગ્રેજી શાસનના વ્યવહારમાંજ પિતાના અધિકારને અવાજ ઉઠાવવા માંડશે. શાસનના દેવી અધિકાર માગતા યુરેપના મહારાજાઓ સામે શાસન વ્યવહારમાં પોતાને હિસ્સો માગતા વ્યાપારી સમાજનો આ અવાજ રાજકિય અસ્મિતાવાળા તથા નૂતન પ્રકારને હતો.
આનૂતનતા વાણિજ્ય સમાજના અર્થકારણના વહિવટ ઉપરાંત રાજકીય રૂપ ધારણ કરવામાં ખાસ હતી. આ વેપારી સમાજ પિતાના દેશના રાજકારણમાં પિતાનો અધિકાર માગતું હતું. યુરોપમાં જન્મેલે વેપારી મૂડીવાદ એકલા નફા મેળવવાથી ધરાય તે ન હતે. શાસનના વ્યવહારની અંદર પણ આ વ્યાપારી સમાજ પિતાને હિસ્સા માગતો હતો અને એ રીતે નવું રાજકિય ભાન દાખવતે હતેા
ટયુડર સમયના ઈગ્લેંડની અંદગીમાં જે પરિવર્તન શરૂ થયાં હતાં તે આર્થિક ક્રાંતિનાં હતાં. આ આર્થિક ક્રાંતિનું સ્વરૂપ આખા યુરોપને હચમચાવી મૂકતું તેના જીવનના પાયાઓને બદલતું હતું અને વિશાળ બનેલા વિશ્વ સાથે મૂડીવાદી વાણિજ્યનો સંબંધ બાંધવા યુરોપમાંથી સાહસિકેને બહાર ધકેલતું હતું. ઈ.સ. ૧૪૮૭માં બાર્થેલેમિડિયાસે કેપની શોધ કરી. ઇ. સ. ૧૪૯૮માં વા –ડા-ગામા કાલિકટ પહોંચ્યો. ઈ. સ. ૧૪૯૨માં કબંબસે આટલાંટિક ઓળંગીને વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની શેધ કરી. આ મહાન શોધખોળાના સમયમાં યુરોપખંડ પર નૂતન જમાનાની પ્રસુતિની પીડા શરૂ થઈ ગઈ હતી. આ નૂતન જમાનાનું સ્વરૂપ મૂડીવાદનું હતું. આ મૂડીવાદ પિતાની જીંદગીના આરંભમાંથી જ અચલાયતન જેવા ઘોર નિદ્રામાં પડેલા પૂર્વના પ્રાચીન મહાન દેશોને ઢંઢોળીને તેની ઉંઘ ઉરાડી નાંખતે હતો. પંદર વર્ષથી ઉધતા પહેલા આ કુંભકર્ણ દેશોના જીવતરમાં જીવનની પ્રગતિનું એક પણ પ્રકરણ પછીથી આગળ દેખાયું ન હતું ત્યારે યુરેપનો