________________
૩૫૪
વિકવ ઈતિહાસની રૂપરેખા પણ ડારે એથી હામ હારે તે ન હતો. એની પાસે આબરૂ હતી, કલમ હતી, અને એના મનમાં પેલી પ્રતિમા હતી એટલે રઝળપાટે નીકળવાને એણે હિંમતભર્યો નિર્ણય કર્યો કે, “રખાશે પણ પર દેશ તે દેખવા મળશે.” અને એ ઘરબાર વિનાને બનેલ મિલાન પહોંચ્યો. પછી મિલાનથી ઉત્તર ઈટાલીના પ્રદેશ પર એ ભટકવા લાગ્યો અને છેવટે રેવેનામાં જઈને રહ્યો. ત્યાંના સરમુખત્યાર ગાયડે–ડા–પિલેન્ટાએ એને સત્કાર કર્યો.
ત્યાં જ એ છે અને ત્યાં જ ૧૩૨૧ના સપ્ટેમ્બરના ચૌદમા દિવસ સુધી પેલી મહાન કવિતા લખતે રહીને એ મરણ પામ્યો. ત્યાં સુધી આ હદપાર થયેલે કવિ ફરેન્સના વિચાર કર્યા જ કરતે હતો અને કો બન્યા કરતો હતે અને લખ્યા કરતે હતો. એણે મહાકાવ્ય લખવા માંડ્યું હતું. એ કાવ્યનું મશહૂર નામ “ઈનફરનો” (નરકદેશ) હતું.
આજ સુધી યુરોપની વિદ્યાપીઠેએ એ કવિનું કવન વિદ્વાનેની મિમાંસા માટે સોંપ્યા કર્યું છે અને વિદ્યાપીઠના વિદ્યાથીઓએ એ કાવ્યમાં ડારે શું કહેવા માગે છે, તેના નિબંધો લખ્યા કર્યા છે. એવા એના મહાકાવ્યની ઘટનાને સમય ૧૩૦૦ની સાલન છે. એણે ઇનફરને લખીને મરવાને લાયક થયેલું અને સડીને નરકાગાર બનેલું રજવાડી જગત નાશ પામવાને જ લાયક છે, તે વાત બતાવી. રજવાડી ઘટનાનું એ છેલ્લું પ્રકરણ બન્યું અને પછી એનું ડીવાઈન કોમેડીનું કવન નૂતન જીવનનું પહેલું પ્રકરણ બન્યું. આ કવન પર મધ્યયુગના અંતમાંથી જાણે ઉત્થાનની ઉષ્મા નૂતન રંગોધરીને નીકળતી દેખાઈ. ઉથાનયુગનો યુગવેગ, સીમા ઉલંઘન
ઈતિહાસના યુગેયુગે બંધાઈ જતી સીમાઓ ઉલ્લંધવાનું કે તેડવાનું કે ઓળગી જવાનું કાર્ય તે તે સીમાઓની અંદર રહેતી અને પછી જકડાઈ જતી સામાજિક માનવતા કરતી હોય છે. આવી સીમાઓની વંડીઓને ટપી જવાની તે તે સમયની સ્થિતિ ચૂસ્તતા મના કરતી હોય છે. આ મનાઈ હુકમને ભંગ કરીને પણ માનવ સમાજ પ્રગતિના પંથે આગે કદમ ઉઠાવતે હેાય છે. આ આગેકદમ સમાજનાં પ્રગતિશિલ પરિબળોને ધારણ કરનાર માનવસમુદાય અથવા સંધમાનવને જ હોય છે. પરંતુ આ સંધમાનવ કે સમુદાયનાં આગેવાન બનનારાં મહાનુભાવો જોતિર્ધર જેવાં બનીને આગળ ડગ ભરતાં દેખાયાં છે તથા આપભોગ આપતાં આગળ વધતાં વ્યક્તિરૂપમાં સમુદાયની આગેવાની કરતાં હોય છે. પિટરવાડૅ નામનું પ્રકાશનું છાયા ચિત્ર
મધ્યયુગની સીમાઓને ટપી જનાર, મધ્યયુગની જીવનરેધક વંડીઓને તોડી નાખનારા અને માનવસમુદાયની પ્રગતિના પ્રાણ બનનારાં, મધ્યયુગનો અંત