________________
વિશ્વઇતિહાસના ઉત્થાન યુગ
નામના કવિએ કવન કરીને ગાયું હતું કે હું કલાકાર દિશાનું એવું રૂપ બનાવ કે તે પોતે ઉષા બનીને જાગી ઉઠે.' પણ સૌના આ નગર પર ઉત્થાન યુગના આરંભમાં જ લાહીની નીકા વહેતી દેખતા આ કવિ, પાા ગાતા હતા કે “ હું નિશા ! તું ભલે ઉધ્યા કરે અને આ નગરની આઝાદીને ધુળમાં રગદોળાઈ જતી ન દેખે. '
"
33109
ભૂમધ્યના જગતનુ વાણિજ્યનુ નગર
આ નગર પણ ઉત્થાનયુગમાં ઇટાલીમાં આવેલું હતું તથા તેનું નામ વેનિસ હતું. પાંચમા સૈકાના આરંભમાં આ નગરનો જન્મ વાણિજ્યનું રૂપ ધારણ કરીને જ થયા હતા. અહિંની વેપારી પ્રજાએ, પેાતાની આંખ ઉધાડતાં જ પૂર્વના ધારીધાટ જેવા એડ્રીઆટિકનાં લીલાં પાણીને દેખ્યાં હતાં. વેનિસના વેપારી સમાજે ઇસ્ટ્રી અને હાલમેશિયાના પૂર્વ કિનારા પર હકૂમત જમાવી હતી, અને રામન સંસ્કૃતિના પોતે જ વારસદાર હોય એવા રૂવાબથી પોતાનાં લાલ રંગનાં જહાજોને પૂર્વના પ્રદેશો તરફ હંકાર્યો' હતાં. આ જહાજોમાં પૂર્વ પ્રદેશોના તેજાના, રેશમ, અને સુગંધી પદાર્થો ભરીને તેમણે દેશદેશના દરિયાકિનારા ઉપરથી સુવર્ણ લાવીને વેનિસને કિનારે ઠાલવ્યુ હતુ.
ક્રૂઝેડા લડનારા ધઘેલછાવાળા સમુદાયે યુરાપથી જેરૂસાલેમ જીતવા નીકળતા ત્યારે દાણા પાણી ભરવા અહિં થાભ્યા હતા. ઉથાનયુગના વાણૢિજ્યના આ ખર પ્રદેશે જેરૂસાલેમની પવિત્ર ભૂમિ પર પહોંચવા માટે તેમને મે માગ્યા દામ લઈ તે જહાજો આપ્યાં હતાં. કેંઝેડાના આ જતા અને આવતા સમુદાયાની જરૂરિયાતામાંથી આ નગરે વેપારના કાનૂન પ્રમાણે નફાના ઢગલા કર્યા હતા,
ભૂમધ્યના આખા જગતના આ વેપારી મથક, વેનિસ નગરના વેપારીઓની પેઢીએ આ નગર પર જગમશહુર બની ચૂકી હતી. ડેન્ડલાસ, ફાસ્ફારાસ કેન્ડીઆનાસ, ત્રીપાલાસ, એમ્માસ, અને કેાનીરાસ જેવાં તેમનાં અનેક નામે ઇતિહાસમાં નોંધાયાં હતાં. ભૂમધ્યની આ વેપારી પેઢીએ ક્રુઝેડરેાએ જીતેલા પેલેસ્ટાઇન પર પેાતાની આણ વર્તાવી હતી. કાનસ્ટેન્ટિપલ પર આ વેપારી મથકના વાવટા ઉડતા હતા. ભૂમધ્યના આ વાણિજ્ય નગરની મહત્તા અજોડ હતી. એક સમયના ઇંગ્લેડ જેવી એ દરિયાઈ રાણી બની ચૂકયું હતું. જગતમાંથી સ્વર્ણ અહિંના શ્રીમતાના મહાલયામાં વહ્યા કરતુ હતુ. વાણિજ્ય એકલું જ આ નગરના વ્યવસાય હતે, અને એ વ્યવસાયની સેવા કરવા માટે અહિંની શ્રીમંતશાહીનું શાસન હકૂમત ચલાવતું હતું. ડૌસની કાઉન્સીલ આ શાસનની કારોબારી સમીતિ હતી. આ નગરમાં ઘડાતાં રાજકરણનાં સ્વરૂપો યુરોપના કારભારને હું ફાવતાં હતાં અને યુરેાપના મહારાજાએ શ્રીમાના આ રીપબ્લીકને પરાજય પમાડવાના ઇરાદે ધારણ કરતા હતા.
૪૩