________________
૩૪૨
વિવ ઈતિહાસની રૂપરેખા નાવિકે પણ મોટા બનવા માંડ્યા. નાઈલ યુફેટીસ અને સિંધુનાં જહાજે કરતાં ફીનીશીયન, ઈયન, ગ્રીક, કાયેંજીયન અને રોમન જહાજે વધારે મેટાં અને ચઢિયાતાં બન્યાં. હજુ જગત તે મોટું જ બનતું જતું હતું ! આ મેટ જગતનાં મોટાં જહાજો, પિગીએ અને સ્પેનિયાર્ડોએ બનાવ્યાં. સંસ્કૃતિ ઉત્થાનનું રૂપ ધારણ કરીને મધ્યયુગ પછીનાં આ મોટાં જહાજમાં આરૂઢ થઈને જાણે વિશાળ વિશ્વમાં ફરવા નીકળી. યુરેપનું વિશાળ બનતું જગત પુર્વના દેશોને શોધતું હતું.
યુરોપનું ઉત્થાનનું રૂપ ધરીને વિશાળ બનવા માંડેલું આ જગત પૂર્વના દેશેની શોધ કરતું હતું. જે પ્રદેશમાં હાથીઓ જેવાં મોટાં પ્રાણીઓ વસતાં હતાં,
જ્યાં તેનાં તથા ઝવેરાતના ઢગલા હતા તથા જ્યાંથી તેજાને આવતા હતા તે જગતની ભાળ યુરેપને ભૂમધ્યના વેનિસ અને જીનેવા નામનાં નગરોએ આપી હતી. પૂર્વની આ મહાન દુનિયાને શોધી કાઢવા યુરેપની દુનિયાના ઉત્થાનયુગના સાહસિક હવે કમર કરતા હતા અને યુરોપમાંથી જગતને વિશાળ ઘડવા સફર કરતા હતા. ઇ. સ. ૧૪૧૫ માં પિોર્ટુગલના રાજા જહાન ૧ લાને અને ફીલીપાનો દીકરો રાજકુમાર હેનરી, ખલાસી રાજા તરીકે ઓળખાયો, અને તેણે ઉત્તર પશ્ચિમ આફ્રિકાને શોધી કાઢવાની તૈયારી કરી. પછી આ ખારવા રાજાએ અને તેના ખલાસીઓએ કેનેરા ટાપુઓ શેધી કાઢ્યા તથા વડી ટાપુ ઓની શોધ કરી. આ હેનરીએ ખ્રિસ્તી ધર્મના સડી ગયેલા મઠો સળગાવી મૂક્યા અને તેના ખજાનાઓ વડે સહરા અને ગીનીના કિનારા તરફ જતાં જહાજોને તેણે શણગાર્યા.
ઈ. સ. ૧૪૮૬ માં બર્થોલેમી-ડીઆઝ આફ્રિકાના દક્ષિણ છેડા પર પહોંચી ગયા. સમુદ્રની આ અણને તેણે તેફાન કિનારાનું નામ આપ્યું અને પછી એ પૂર્વ તરફ આગળ વધ્યો. ત્યાર પછી લીઅનના ખલાસીઓએ આ કિનારાનું નામ કેપ ઓફ ગુડ હેપ પાડયું.
ત્યાર પછી એક વર્ષે પે-ડી કેવી હામ જમીનને માર્ગે ઉપડ્યા. એણે ભૂમધ્ય સમુદ્ર ઓળંગે અને જીમમાં થઈને એ દક્ષિણ તરફ આગળ વધે. પછી એ એડન પહોંચે અને ઈરાનના અખાતમાં થઈને ગોવા અને કાલિન કટ આવી પહોંચ્યો. એણે માડાગાસ્કર નામના ચંદ્રના ટાપુની શોધ કરી. પછી એણે પાછાં ફરતાં મુસલમાનને વેષ ધારણ કરીને મક્કા અને મદિનાની જાત્રા કરી, તથા લાલ સમુદ્ર ઓળંગીને આ સાહસિક એબિસિનીયામાં પેઠો.