________________
કર
વિકવ ઈહિસની રૂપરેખા યુરોપના માનવસમાજના કલેવરમાં આ નવા ફેરફારો શરૂ થઈ ગયા હતા. આ ફેરફારને આગેવાન સુકાની વેપારી મૂડીવાદ હ. આ નવ મૂડીવાદ શ્રમમાનવને નવા ઉગેલાં નગરમાં વસ્તુઓના ઉત્પાદન માટે રજીએ રાખતા. હત તથા પિતાનાં સંગઠને શરૂ કરતે હતે. ઘરઘરના ખાનગી એવા કારીગરના ધંધાઓ અને તેમના જૂનાં સંગઠને પણ નવાં સ્વરૂપ ધારણ કરતાં હતા યુરેપના સમાજની જીંદગીમાં અંત પામવા માંડેલા યુગની એટ દેખાતી હતી. પણ તેની સાથે જ નૂતન ઉત્થાનની ભરતીનાં સ્પંદને પણ શરૂ થઈ ગયાં હતાં.
આ ફેરફારમાં સામાજિક હિલચાલના છેક પાયામાં બેઠેલા ધરતી પરના વિશાળ માનવ સમુદાયો ધરતી પરથી જાણે ફેંકાઈ જતા હોય તેવી વેદના અનુભવતા હતા. મધ્યયુગના સામાજિક બંધને જાણે યુરેપની ધરતી પરના આ ખેડૂતને ધરતી પર જોડી રાખ્યા પછી હવે અર્થકારણમાં ચલણી નાણાને મૂડીવાદી વ્યવહાર અમલમાં આવતાં તૂટી જતાં હતાં. ખેડૂતના વિશાળ સમુદાયે જમીન પરથી ફેંકાઈ જઈને રેજી અને રેટી માટે રખડતા થઈ ગયા હતા. આ બધી પરિસ્થિતિમાં અનેક જાતનાં પીડને પામતે આ માનવસમુદાય પિતાના પર કોઈ મહાન અન્યાય થયો હોય એવું ભાન અનુભવતા હતા. આવી વિકટ દશામાં સમાજના આગેવાન રાજાઓ અને મૂડીવાદીઓ અને ઉગતે. મૂડીવાદ ઉભા થયેલા આ આર્થિક સવાલનો જવાબ આપી શકતા નહતા. સમાજની ઉપલી સપાટી પર ચઢી ગયેલા આ વર્ગો અને સમુદાય વચ્ચે મોટા અંતરાય દેખાતા હતા તથા સામાજિક અન્યાયે નીચે કચડાતે કિસાન માનવસમુદાય બળવાખોર બનતે જતો હતો.
- ઈ. સ. નના ચૌદમાં સૈકામાં માનવસમુદાયનું આ બળવાખોર સ્વરૂપ ધાર્મિક મનોભાવવાળું હતું. ઈસાઈ જીવનવ્યવહાર એને સમજાતે નહોતે. ગરીબ માનના સંધમાં જ જન્મેલે અને
' જેવેલે જિસસ એને સામાજિક અન્યાઓ સામે બળવાખોર બનાવાને ઉઠાડો દેખાતો હતો. આ બળવાના આગેવાને મધ્યમવર્ગના બુદ્ધિમાન પાદરીઓ હતા. આ પાદરીઓની આગેવાની નીચે સામાજિક અન્યાય સામેની ક્રૂઝેડ જેવી હિલચાલે પશ્ચિમ યુરોપ પર
'