________________
ર૬ર
વિવ ઈતિહાસના રૂપરેખા અધિકારવાળી નજર નાખે છે અને ત્યાંની દુનિયામાંથી નવા આવતા સમાચાર ચિંતાથી સાંભળે છે. યપખંડને ઈટાલીદેશ વિશ્વ-ઈતિહાસમાં પ્રવેશે છે. આ સમાચાર પખંડના ઇટાલી નામના એક પ્રદેશ વિષેના હતા.
આ ઈટાલી દેશના પશ્ચિમ કિનારાપર, રાઈબર નામની એક નદીપર રેમ નામનું એક ગામડું જોતજોતામાં નગર બનવા માંડયું હતું. આ નગરનું નામ રેમ હતું. આ રેમનગર મધ્ય ઈટાલી પરનાં માનવાનું નગર ગણાતું હતું, અને એ નગરે પિતાનાં જહાજો બાંધવા માંડયાં હતાં તથા એ જહાજો
હવે કારથેજની સામે આવેલા સિસિલી નામના ટાપુપર વહેપાર કરવા આવવા લાગ્યાં હતાં, અને ફ્રાન્સના દક્ષિણ કિનારાપર પણ ફરવા લાગ્યાં હતાં.
પણ પશ્ચિમ ભૂમધ્યપર આજ સુધી કારથેજને જ અધિકાર હતા. આ અધિકારની હકુમતનું શરણ સ્વીકાર્યા વિના, પેલાં નવાં જહાજે હવે પશ્ચિમ ભૂમધ્યપર ફરવા મડેિ તે ચલાવી લઈ શકાય તેમ નહોતું. કારથેજની હકુમતે આજસુધી ઈટાલી કહેવાતી એ ભૂમિના દરિયા કિનારાની ટેકરીઓમાં રહેતાં ગરીબ માન સાથે વેપાર કરવાની પરવા કરી નહોતી. તેમને એણે પોતાની હકુમત નીચેનું સંસ્થાન બનાવીને પિતાની સંસ્કૃતિને લાભ દીધું હતું. આ કિનારાપરનાં એ ડુંગરવાસીઓને તેમના ડુંગરાઓમાં અને ભેજવાળાં મેદાનમાં એકલાં જ રહેવા દીધાં હતાં.
પણ આસ્તે આસ્તે આજે એ ડુંગરમાં ઉત્તર તરફથી આલ્પસ પર્વતમાળના રસ્તાઓમાં થઈને દક્ષિણ તરફ માનવ સમુદાયે પિતાનાં ઘેટાંબકરાં લઈને આવ્યા જ કર્યા હતાં. હવે તે તેમનાં ગામડાઓમાં વસી ગયાં હતાં. અને આ લેકેનું રેમ નામનું નગર, આર્થિક વહિવટને મેળો બનીને થોડાક સૈકાઓમાં નગર બનવા માંડ્યું હતું.
આ નગરને એથી વધારે મટે ઇતિહાસ સચવાયો નહોતો. આ ભૂમિને વિશ્વસંસ્કૃતિના ચંદ્રાકારે હજુ પોતાની અંદર પરોવી નહોતી એટલે એકલી ને અલી આ માનવતા આસ્તે આસ્તે આરંભના જીવનનાં ડગભરતી આજે સિસીલી સુધી આવી પહોંચી હતી અને પિતાનાં જહાજો પણ બનાવી લાવી