________________
મધ્યયુગના અંત અને ઉત્થાનના આર‘ભ
૩૨૧
શહેનશાહત પાસે મદદ માગી રાજકીય અને આર્થિકરૂપ ધરેલા આ નવા સવાલમાં પે આખા યુરેાપના ઇસાઈ દેશે અને પ્રજાઓને ધર્મનું ઝનુન ચઢાવીને એક કરવાની અને ધર્મના આવેશની હિલચાલને જન્માવવાની તક દીઠી. પેપ અરબન ખીજાએ ધર્મયુદ્ધ અથવા જેહાદના નામનેા પડેા બજાવ્યા. એણે જે ક્રાઈ ઇસાઈ હોય તેનો સર્વસામાન્ય દુશ્મન ઇસ્લામ છે એવા પ્રચાર શરૂ કર્યો.
ત્યારે ફ્રાન્સને રાજા ચાર્લ્સ નામનો હતા. ટુ આગળ એણે ઇસ્લામના આક્રમણને થંભાવી દીધું હતુ અને શામન અથવા મહાન ચાર્લ્સનું નામ એણે ધારણ કરી લીધું હતુ. એણે આખા યુરેપખંડને પતન પામતી રેશમન શહેનશાહતમાં જોડી દઈને, રામન સામ્રાજ્યના શહેનશાહ પોતે બનવાની કારકીર્દી શરૂ કરી, એણે સ્પેઈન અને જરમનીને જીતી લીધાં, અને પછી પેરીસને બદલે જરમનીના એક નગરને પેાતાનું પાટનગર બનાવ્યું.
એક શહેનશાહત અને બે શહેનશાહા
આ રીતે યુરેાપની ધરતી પર એ શહેનશાહોના રાઈડ દેખાયા. એક ઇટાલીમાં બેઠેલી પાપની ઇસાઈ શહેનશાહત અને બીજી રામન સામ્રાજ્ય પર અધિકાર જમાવીને, યુરેાપના દેશ પર વિજય કરીને જર્મનીમાં ગાદી નશીન બનેલી શા મનની ઇસાઈ શહેનશાહત. અંતે શહેનશાહતા ઇસાઈ હતી, પણ શહેનશાહતના પ્રદેશ એ નહાતા. બન્ને શહેનશાહતા જેના પર રાજ્ય કરવા માગતી હતી, તેવા અંધકાર અને અજ્ઞાનમાં ડૂબેલા ઇસુ જેવા, દુ:ખી અને ભૂખ્યા, કંગાલ ખનેલા માનવ સમુદાય પણ એક જ હતા. ખતે શŚનશાહે અને એ શહેનશાહતની એ હકુમતે, લેાકેાનાં શરીર અને આત્માપર શાસન કરવાની વાત કરતી હતી. શહેનશાહ શા મન પેપ શહેનશાહની સકુમતને પ્રદેશ પેાતાના માનતા હતા, અને પેપ શહેનશાહ પણ શા મનની હકુમતને પડકારતા હતો. આવું યુરેાપની ધરતી પરનું રાજકારણ નવું સ્વરૂપ દાખવતું હતું. આ સ્વરૂપ પાછળ યુરોપનું નવું સરકારી તંત્ર ધર્મ'ની હકુમતથી સ્વતંત્ર ખતવા માગતું હતું.
૧૧મા સૈકાના પાછલા ભાગમાં, પાછી હકુમત રાજાની કે પેપની તેવા આ સવાલ ગરમાગરમ થઈ ગયા. ત્યારે જરમતીનેા શહેનશાહ હેનરી ચેથા હત અને પાપ શહેનશાહ ગ્રેગરી સાતમા હતા. આ બન્ને શહેનશાહતાએ યુદ્ધો શરૂ કર્યાં, અને માનવ સમુદાયાના સંહાર પચાસ વરસ સુધી ચાલ્યા કર્યાં.
શહેનશાહત બનેલી પાપશાહીના અત્યાચારો અને અંધારી રીતરસમથી હવે માનવ સમુદાય ત્રાસી ઉઠયા હતા. ધર્માંશહેનશાહતની ઘટમાળમાં હવે સુધારા થવા જ જોઇએ એવું સૌને લાગતું હતું. અત્યાર સુધી પાપ શહેનશાહે
૪૧