________________
મધ્યયુગના અંત અને ઉત્થાનના આરંભ
દેવા માંડયાં. એણે સામાજિક સેવાનાં અનેક કામેા ઉપાડયાં તથા ચની છાયામાં નિશાળા પણ શરૂ કરી. આરંભમાં લોકપ્રગતિને વરેલી માનવ ધર્માંની આ સંસ્થા યુરેાપમાં અને ખાસ કરીને ટાલીમાં મોટી જમીનાની અને મિલ્કતની માલીક પણ બની. એણે હવે સમાજપર હકુમત ચલાવવાનું સ્વરૂપ પણ ધારણ કર્યું. સરકારી વહિવટે કરવાનાં કામેા પણ એણે કરવા માંડ્યાં. ધીમેધીમે ઇસાઇ દેવળ યુરોપની ભૂમિપરનું એક નાનું સરખું શાસનટક બન્યું અથવા ઇસાઈ રાજ્ય અન્યું અને રામ નગર આખા ઇસાઈ રાજ્યનું પાટનગર બન્યું.
૩૧૯
આરંભના પાપ શાસનેામાં, ગ્રેગરી ઇ. સ. ૫૯૦-૬૦૪ ) છઠ્ઠા સૈકાના અંતમાં રાજકારણી પુરૂષ તરીકે વધારે જાણીતા બન્યા. એણે મધ્ય ઇટાલીનું રક્ષણ લાંબાર્ડીના આક્રમણ સામે કર્યું. એણે રામના પાટનગરમાંથી રાજ કરવા માંડયું. આ અધિકારના પદ પરથી એણે ખીશાને ધર્મદુતા તરીકે નામીને ઇંગ્લેડ, ફ્રાન્સ અને જરમનીને ઇસાઈ બનાવવા રવાના કર્યો.
રોમન સામ્રાજ્યના પૂર્વ વિભાગમાંની ઇસાઇ શહેનશાહત
આ પહેલાં કયારની, રોમન સામ્રાજ્યના પૂર્વ પ્રદેશપર પાટનગર જમાવીને રામન હકુમત બેસી ચૂકી હતી તથા તેણે ઇસાઈ ધર્માંતે અંગીકાર કર્યા હતા. ત્યારે ઇ. સ. ૩૦૦ નો સમય હતો. રામન સામ્રાજ્યના શહેનશાહ ત્યારે કાનસ્ટેનટાઈન હતો. કાસ્ટેનટાઈન લડાઈ જીતવા નીકળતા હતા ત્યારે એણે એક સ્વમ દીઠું. સ્વમમાં સગતે, વધસ્તભ અથવા ક્રેસ એને દેખાયા. આ વધરતભ પર સાનેરી અક્ષરા લખેલા દેખાયા, “ આ નિશાની તને વિજય અપાવશે ! ’’
કઈ નિશાની કાને વિજય અપાવશે તેવા સવાલ વિના ક્રુસની નિશાની, શાંતિના સુ નામના અદના માનવીના વધની નિશાની, કાનસ્ટેનટાઇનને યુદ્ધ જીતવામાં, એટલે માનવ સમુદાયનેા સહાર કરવામાં ફત્તેહ અપાવવા રજૂ થઇ. કોનસ્ટેનટાઇનના યુદ્ધખારા, આ નિશાનીતે શસ્ત્રો સાથે લઈ જતે યુદ્ધ લડ્યા અને યુદ્ધમાં વિજયી થએલા રામન શહેનશાહે ઈસાઈ ધર્મ સ્વીકાર્યાં. ઇસાઈ ધર્મના પાપ નામના વડાએ અજમાવેલી આ યુક્તિ ફળી. રાહેનશાહ ઇસાઈ થયા, અને શહેનશાહે કહ્યું કે રોમન સામ્રાજ્ય ઇસાઈ સામ્રાજ્ય છે.
આ બનાવથી કાણ શું બન્યું તે સૌને સમજાઇ ગયું. આ બનાવે બતાવ્યું કે, ઇસાધના પાદરીએ અને પાપે, ઇસુના જીવનહેતુને અને ઇસુના આપ ભાગને વેચી દઇને, રામન શહેનશાહતનું હવે શરણ સ્વીકારી લીધું છે. આ બનાવે સાખીતી આપી કે શહેનશાહતે ઇસાઈ ધર્મને ખરીદી લીધા છે તથા હવે શહેનશાહેા પોતાનાં યુદ્દો જીતવા માટે આ ધર્મની ઢાલ બનાવીને નીકળવાના છે,