________________
૩૧૭
ઈતિહાસના મધ્યયુગમાંની જીવનધટના વેપારી સમાજે સામંતશાહી અથવા રજવાડાશાહીનું કચલું તેડી નાખીને, વ્યાપારી શાસનનું જવાબદાર રાજતંત્રવાળું નૂતનશાસનનું સ્વરૂપ સંપાદન કરવા માંડયું. આ જવાબદાર રાજતંત્રને પાયે, લેકશાસનને નંખાયે.
પૂર્વના મહાન એવા ચીન-ભારત જેવા પ્રાચીન દેશો પર બરાબર આ સમયમાં જ સામંતશાહી અને રજવાડાશાહીને અંધકાર ચાલતું હતું. આ પૂર્વની રજવાડાશાહીના સર્વસત્તાધિકાર નીચે પૂર્વને અતિ ધનાઢય અને દલિતવાળે એ વેપારી સમાજ પિતાનું વાણિજ્ય માત્ર ચલાવતા હતા. આ વેપારી સમાજ રજવાડાશાહીને ખાંધી એ વેપારી સમાજ હતા. રજવાડાશાહીનું અંધારૂં કોચલું તેડી નાખીને વ્યાપારી લેકશાહી શાસનવાળું જવાબદાર રાજતંત્ર મેળવવાની એની નેમ હતી નહીં. પરિણામે આ ખાંધિયા એવા વેપારી સમાજે લેકશાસનની આગેવાની અને આઝાદીની હિલચાલની આગેવાની કદિ કરી જ નહીં અને યુરોપનું જગત તેના આઝાદ એવા વેપારી સમાજની નેતાગીરી નીચે, જગતે કદી નહીં દીઠેલી એવી વૈજ્ઞાનિક ઘટનાવાળી ઉદ્યોગરચના તરફ આગળ વધતું હતું ત્યારે પૂર્વનું જગત સુવર્ણના ઢગલાઓ સંપાદન કરી કરીને આ દોલતના ઢગલાઓને ભારી રાખીને, કંજુસની અદાને ધારણ કરીને જીવનઆગેકૂચની કૃપણુતા દાખવતું હતું તથા કૂપમંડૂક બનતું હતું. પશ્ચિમને વેપારી સમાજ જ્યારે રજવાડાશાહીના એકહથ્થુ રાજકારભાર સામે પોતાના રાજઅધિકાર માટે ચળવળ ચલાવવા માંડતે હતું ત્યારે પૂર્વને ખાંધીયે વેપારી રાજાને ભગવાન બનાવીને તેના ચરણકમળમાં સાષ્ટાંગ કર્યા કરતે હતે.