________________
૨૯૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ પ્રદેશ પર વચમાં વચમાં પર્વતમાળાની ઉજ્જડતામાં ઘાસનાં મેદાને છે અને ખજુરનાં વૃક્ષની ઘટાઓ વચ્ચે ગામડાંઓ વસ્યાં છે. આ ગામમાં આરબ માનવને વસવાટ ગુંજે છે તથા કુવામાંથી પાણું પામતી આ જીવન ઘટનાની ચારેકેર સેંકડો માઈલ સુધી રેતીના અનંતકણો ઉડયા કરતા હોય છે. અહીં સુરજનાં કિરણો સળગતાં વરસે છે. અહીંના પવનમાં રેતીના કણુ ઉડયા કરે છે. અહીંના આસમાનમાં બધી રૂતુઓ પારદર્શક ચળકાટ ધારણ કરે છે. એ આ રણ પ્રદેશ આરબ માનને જનપ્રદેશ છે. આ જનપ્રદેશની મોટી વસ્તી, દક્ષિણ પશ્ચિમના યેમેન જીલ્લામાં છે. અરબસ્તાનના રાસીન રાજ્યનું મુખ્ય ધામ આ યેમેન છે.
અરબી રણપ્રદેશમાં યેમેનની દક્ષિણ તરફની જમીનપટ્ટી ફળદ્રુપ હતી. આ યેમેનની જમીનપટ્ટી પર સેમીટીક જાતનાં માન વસતાં હતાં, અને તેમની ટાળીઓ રખડતી રહેતી હતી. આ ટોળીએ પ્રાચીન સમયમાં ઉત્તર તરફ આગળ વધીને ઈજીપ્તની સંસ્કૃતિમાં પેસી ચૂકી હતી. આ પ્રદેશપરનાં માને પૂર્વ તરફ આગળ વધીને ભૂમધ્યના કિનારાની સંસ્કૃતિને સંપર્ક પામી ચૂકયાં હતાં અને પશ્ચિમ તરફ મેસોપોટેમીયાને અડી ચૂક્યાં હતાં. એમેનપર, અરબસ્તાનને આ જનવસવાટ એવો રખડતા રહ્યા કરતું હતું. આ રઝળપાટમાંથી અરબસ્તાનના માનવસમુદાય બેબીલેનિયામાં, એસીરીયામાં અને સિરીયામાં જઈને પણ વસ્યા હતા. સિરીયામાં આ માનવસમુદાયએ પોતાનું પાટનગર દામાસ્કસ નામનું બાંધ્યું હતું. શહેનશાહતની મૂર્તિઓના ભંગાર દેખતે મધ્યપૂર્વ
પ્રાચીન જગતની, મધ્યપૂર્વના આ રણપ્રદેશને અડીને ઊભી થએલી શહેનશાહની સાઠમારીઓ આ આરબ માનોએ સૌકાઓ સુધી સાંભળ્યા કરી હતી. આ રણપ્રદેશની માનવતા પર આ શહેનશાહની સરહદ પરથી અનેક મૂર્તિઓના મેટા પડછાયાની ભેગ માગ્યા કરતી મૂર્તિઓની અર્ચના ઉતર્યા કરી હતી. આ રણપ્રદેશની રણમર્યાદાઓ વટાવ્યા કરીને, સંસ્કૃતિઓની શહેનશાહતોને જન્મતી વિકસતી અને પછી મેત પામી જતી એણે સૈકાઓ સુધી દેખી હતી. આજે એના સિમાડાઓ અને ભૂમધ્યના સાગર સિમાડાઓ પર આ શહેનશાહની મૂર્તિઓના ભયાનક એવા ભંગાર વેરાયેલા પડયા હતા. આ ભંગારના જંગી સ્વરૂપમાં, શહેનશાહ અને દેવદેવીઓ અંગછેદ પામી જઈને સુતાં હતાં. આ શહેનશાહતો અને દેવદેવીઓના વસવાટ બનેલી જાજરમાન ઇમારતના તૂટ્યા કુદ્યા દેહની કરચે ભેગી રેતીની ઘૂમરીઓ અહીં કાયા કરતી હતી. ત્યારની શાહી ઈમારતમાં રહેનારાં અને અમર મનાયેલાં શાહી કલેવર ને સર્વાધિકાર અને