________________
ઈતિહાસના ધ્યયુગમાંની જીવનઘટના
૩૧૧ ઈસવીસનના બાર બાર સૈકાઓ ખતમ થવા આવ્યા હતા ત્યારે યુરોપ પરના અંધકારમાંથી ઉષા ઉગવાનાં સ્વને યુરોપને આવવા માંડ્યાં હતાં. હવે મધ્યયુગની માનવતા નિશાળે બેસતી હતી
ક્રઝેડે પછી, મધ્યયુગની જીવનઘટનામાં ભણતર અથવા નિશાળનો આરંભ શરૂ થવા માંડે. ભણતરના આરંભની નિશાળનું સ્વરૂપ પાદરીઓના આશિર્વાદ નીચે અને કઈ કઈ દેવળના પડછાયા નીચે શરૂ થવા માંડ્યું. આ નિશાળના અધ્યાપકો આરંભમાં તે એકલા પાદરીઓ જ હતા. આ પાદરીઓને બે પુસ્તક વાંચતાં આવડી ગયાં હતાં. એક પુસ્તકનું નામ બાઈબલ હતું અને બીજું પુસ્તક એરિસ્ટોટલનો “એનસાઈક્લોપીડ્યિા” નામનો ગ્રન્થ હતો. આટલા જ્ઞાનના આધાર પર મધ્યયુગના આ શિક્ષકે આકાશ અને પૃથ્વી વચ્ચેના બધા બનાવોને ઉકેલી શકતા. પૃથ્વી પર જે જે કંઈ બનતું તે બધું ય ઈશ્વરની ઈચ્છાથી બળે જાય છે તેમ તેઓ કહેતા. આ પાદરીઓ ઉપરાંત હવે પંડિતેને એક વર્ગ પણ શરૂ થવા માંડ્યો હતો. આ પંડિતમાં કેટલાક તે ઘણું બુદ્ધિમાન હતા. છતાં તેમના જ્ઞાનનો આધાર પેલાં બે પુસ્તક જ હતાં. આ બંને પુસ્તકમાં વસ્તુ અને મનુષ્યની હિલચાલનાં અવલેકનો પ્રયોગમાંથી આવતા જ્ઞાનવડે લખાયાં નહોતાં. એરિસ્ટોટલનું જ્ઞાન પણ ગણિતશાસ્ત્રના પાયા પરથી રચાયેલું હોવાથી અમુક સિદ્ધાંતના અંધ સ્વીકાર પૂર્વક ઉતરી આવ્યું હતું. એટલે જ્ઞાનનું તે સ્વરૂપ વૈજ્ઞાનિક ન હતું. યુરોપિય સંસ્કારયુગને પ્રકાશનો પિતા
અંધકારમય મધ્યયુગને જ સાંપડેલા પ્રકાશ જેવા આ દિકરાનું નામ રે ગરબેકન હતું. એણે પાદરીઓ અને પંડિતોએ શીખવેલી બાબતમાં શંકા ઉઠાવી, અને પોતે પોતે પ્રાણીઓ અને વસ્તુઓ પર પ્રયોગ કરવા માંડ્યા. એણે જાહેર કર્યું કે દસ વર્ષ સુધી એરિસ્ટોટલને ભણ્યા કરવા કરતાં દસજ કલાક સુધી અવલોકન અને પ્રયોગ કરવાથી વધારે સાચું અને મોટું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. એણે જ્યારે આવું કહ્યું ત્યારે માનવંતા પંડિતએ ભયથી માથાં હલાવ્યાં, અને મધ્યયુગની હકુમત પણ ઉશ્કેરાઈ ગઈ. એ બધાને એમ લાગ્યું કે મધ્યયુગના જીવનની સલામતીને કાયદાને અને વ્યવસ્થાને આ માણસ આવી વાતે વડે જોખમમાં મૂકી દેશે. ધમે પણ એને નાસ્તિક તરીકે જાહેર કર્યો કારણકે જીવડાંઓ અને માછલાંઓનું શરીર અંદરથી કેવું દેખાતું હોય છે તેનું પણ અવલોકન કરવાની અપવિત્ર ટેવ એણે કેળવી હતી. આ બેકન જાદુગરાની જેમ કદાચ શયતાનની આરાધના પણ કરતે હેય એમ તેમને