________________
૩૧૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લાગ્યું. બેકનને સૌથી પ્રથમ તે લખો અને બેલતો બંધ કરી દેવા માટે કારાગારમાં પૂરી દેવામાં આવ્યું. કારાગારની બહાર એણે જે અવલેકન કર્યા હતાં તે બધાના પરિણામોને એણે કારાગારની અંદર જઈને નિરાંતે લખવા માંડ્યાં. કારાગારની દિવાલે પાછળથી પણ જ્ઞાન અને સંસ્કારના આ પ્રણેતાએ મધ્યયુગના બાઈબલ અને એરિસ્ટોટલ સામે બળવે કર્યો. મધ્યયુગના જીવનની અંધકારમય ઇમારતની ઉઘડતી બારીઓ 1 મધ્યયુગના અંધારામાં અંદરની જીવનની હિલચાલે બંધબારણાને ઉઘાડવાની ક્રિયા આરંભી દીધી હતી. “જે છે તે છે” અને “હગા સો હેગ” એવો જીવનની પ્રગતિને અટકાવી નાખનારે પૂર્વની પ્રાચીન સંસ્કૃતિને હતું તે સિદ્ધાંત યુરોપની ભૂમિ પર આવ્યું . કેરીસ્લેટ જેવી યુરોપની જીવનની ઘટના પર આવી પહોંચેલા પિપની સંસ્થાવાળી ઈસાઈ ધર્મનું સ્વરૂપ તે કહેતું હતું કે આ ધરતી પર માણસ સફર કરનારા આંગતુકો જેવાં જ છે, અને એ સફર પૂરી કરીને તેમણે સ્વર્ગ કે નર્કમાં જવાનું હોય છે, અને સાચું જીવતર તે પરલેકમાંજ શરૂ થતું હોય છે. એમ કહીને ધર્મના આ સ્વરૂપે યુરેપના માનવ સમુદાયની આંખો પર પાટા બાંધીને તેમને અધિકારની હકૂમત નીચે હાંકવાને પ્રયત્ન શરૂ કર્યો હતે. પણ આવા પ્રયત્નની પકડ આ માન પર ચેટી શકે તે પહેલાં દેવળના ગરીબ પાદરીઓમાંથીજ ઇસુનાં વચનો બળવાખેરરૂપ ધારણ કરીને જાગી ઉઠતાં હતાં. ઇસુનાં આ વચને સ્વર્ગને અથવા સ્વર્ગની દુનિયાને પૃથ્વી પર ઉતારવા માટેનાં હતાં. મધ્યયુગની અર્ધગુલામ અને ગરીબ માનવતાની આંખ ખોલનાર ધર્મનાં આવાં વચન પણ હતાં. આ દુનિયાપરજ ભેગવવા માટે સ્વર્ગમાં જેવો જીવનવ્યવહાર હતો તે જીવનવ્યવહાર આ ધરતી પર ઉતારવાની ધમ વાંછના ગરીબ પાદરીઓમાં નવા ઊગતા મધ્યમ વર્ગમાં તથા બુદ્ધિમાનામાં અને સૌથી વધારે ઉગ્ર રીતે અર્ધગુલામ એવા ખેડૂતોમાં જાગી ઉઠવા માંડી હતી.
યુરોપના રજવાડાની આગેવાની નીચે યુરોપના દરેક દેશના માનવસમુદાયો પૂર્વની ભૂમિ પર લડવા માટે ગયા હતા. આ લડાઈઓમાંથી જે લેકે પાછી આવ્યા તેઓ પોતાની સાથે ઈજીપ્ત, બેબિલેનિયા વિગેરે પ્રદેશની નગર સંસ્કતિની વાતે લઈ આવ્યા હતા. આ બધી સંસ્કૃતિમાં સ્વર્ગ જેવું હતું એમ તેમને લગતું હતું. બાઈબલમાં પણ કહ્યું હતું કે ઈસુ સ્વર્ગને પૃથ્વી પર ઉતારવા માગતું હતું. આવા ખ્યાલે કચડાયેલી માનવતામાં અને નવા ઊગતા મધ્યમ વર્ગમાં બિજ રૂપે વેરાતા હતા. ઝેડનાં યુદ્ધોએ પણ આ પડતર જમીન પરના નવા ફાલ માટે પિતાને ફાળો આપ્યો હતો.