________________
ર૮૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા હાસકારો સૌથી આગળ છે. આ ઈતિહાસકારોએ સંતના, ચિંતકેના, વેદના ઈતિહાસ લખ્યા છે. ચરિત્રાલેખનના ઢગલા ઉપરાંત, ઈ. સ. ૮૨૮માં જન્મેલા ઈન્દુબે પહેલે ઈતિહાસ લખે તથા તેમાં ઈસ્લામના ઉદયનું અને કારકિર્દીનું
ખ્યાન અતિનમ્રપણે રજુ કર્યું. મહમદ–અલ-નદીબે તે સમયમાં વિજ્ઞાને ઉપરનાં જે કોઈ પુસ્તકે હતાં તે સૌ પુસ્તક મિમાંસારૂપે ઇતિહાસ લખ્યો તથા તે પુસ્તકોના લેખકનાં જીવનનું અવલોકન કર્યું. આ અવેલેકનમાં આવેલાં એક હજાર જેટલાં પુસ્તકને તેમાં ઉલ્લેખ છે. અબુજાફર-મહમદઅલ-તબારી, તબારીસ્તાનમાં જન્મેલે એક મહાન લેખક (૮૩૮–૯૨૩) હતો. અરબસ્તાન સિરીયા અને જીતમાં જ્ઞાનની શોધ માટે રખડ્યા પછી એ બગદાદમાં ન્યાયાધિશ થયો. એણે ચાલીસ વરસને સતત શ્રમ કરીને તે સમયમાં વિશ્વઇતિહાસ આલેખવા પૃથ્વીની શરૂઆતથી તે ઈ. સ. ૯૧૩ સુધી ઈતિહાસ લખે. આ લખાણના મોટા પંદર ગ્રન્થ આજે પણ મેજુદ છે. તબારી પછી તરત જ, અલમસુદી નામના ઈતિહાસકારનું નામ મશહૂર બન્યું. ઇતિહાસનું આલેખન કરવા એણે સિરીયા, પેલેસ્ટાઈન, અરેબીયા, ઝાંઝીબાર, ઈરાન મધ્યએશિયા, હિંદ, સીલન અને ચીનની મુસાફરી કરી. ઈતિહાસના આલેખનની નોંધ કરવા એણે વરસ સુધી પર્યટન કર્યું અને પછી વરસો સુધી લખ્યા કર્યું. ત્રીસ મોટા ગ્રન્થોમાં ઇતિહાસને “એનસાઈકલોપિડિયા” એણે ઈ ૯૪૭માં પ્રગટ કર્યો. આ આલેખનમાં એણે ભૂગોળ ઉપરાંત જીવન વિજ્ઞાન પણ આલેખ્યું અને દરેક ભૂમિપરના સામાજિક વ્યવહાર ઉપરાંત ત્યાંના ધર્મો, વિદ્યા કલાઓ, અને ચિંતનનું પણ ખ્યાન કર્યું. ચીનથી ફ્રાન્સ સુધીની દુનિયાનો જીવન વ્યવહાર આલેખનાર આ ઈતિહાસકાર, પ્રાચીન જગતના હીરડોટસ જે, વિશ્વ ઈતિહાસનો પિતા કહેવાય. આ ઇતિહાસકારે જીવનના અવલોકનની તારવણી કરતાં કરતાં વિકાસક્રમની ભાળ પણ મેળવી તથા, ખનીજમાંથી અને પાણીમાંથી વિકસતા વનસ્પતિ જીવનને, પ્રાણજીવન સાથે અતૂટ રીતે જોડાયેલું બતાવ્યું તથા પ્રાણીમાંથી મનુષ્યના ઉદભવનો વિકાસક્રમ સમજાવ્યો. આ મહાન ઈતિહાસકારની જીવન તરફની વૈજ્ઞાનિક દ્રષ્ટિને ત્યારનો સમાજ જીરવી શકો નહીં. એને બગદાદમાંથી નાસી જવાની ફરજ પડી. કેરનગરમાં એ, ઈ. સ. ૫૬માં મરણ પામે. એણે વિશ્વનું દર્શન પહેલીવાર વિશ્વના એક ઈતિહાસ મારફત કરાવ્યું અને વિશ્વએકતાની આગાહી આપી. યુગપ્રવર્તક વિદ્યા-વ્યવસાય
અરબસ્તાનની વેરાન ધરતી પરની ઉત્થાન પામેલી માનવજાત આખા પશ્ચિમ એશિયાપર પ્રકાશી ઉઠી. ચીન ભારત અને ગ્રીસની પુરાતન સંસ્કૃતિઓ