________________
સુરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
.
એક સૈકા સુધી આ નવા સવાલનું વલોણું ચાલ્યા કર્યું અને કાનૂનવ્યવહાર પલટાયા કર્યાં, તથા વાણિજ્યરૂપની હકુમતને યાગ્ય બનવા માંડયા. ખલીફાની સરકાર। સુધી ન્યાયના વ્યવહાર ઉદારરીતે ચાલ્યા કર્યાં અને પાંચ સૈકા સુધી પશ્ચિમ એશિયાના પ્રદેશે આ સરકારી તંત્રવડે દીપી ઉઠ્યા.
૨૮૩
દામાસકસ, સંસ્કૃતિનું પાટનગર
r
મદીના પછી તરતજ વિસ્તાર પામતી આ શહેનશાહતના પાટનગર તરીકે દામાસકસની પસંદગી કરવામાં આવી. પાણીના પાંચ પ્રવાહાએ આ નગરને “ અલ્લાહના ઉદ્યાન ” નું ઉપનામ આપ્યું. જાહેર ઉદ્યાનેમાં એક હજાર ફૂવારા આ નગરમાં ઉડતા હતા. આ નગરનાં નાગરિકાને માટે એકસો જેટલાં જાહેર સ્નાનાગારા બાંધવામાં આવ્યાં. આ નગરમાં બધા મળીને, ૧૨૦,૦૦૦ બગીચાઓ બંધાયા તથા ખાર માઇલ લાંબી અને ત્રણ માઇલ પહેાળી એવી “ વેલી એફ વાયોલેટસ ’” નામની વાટિકાની રચના કરવામાં આવી. દાઢ લાખની વસ્તીાળા આ પાટનગરના મધ્ય ભાગમાં ખલીફા મહાલય હતા, તથા તેને આરસ અને સુવર્ણ વર્ડ મઢવામાં આવ્યા હતા. એક વાર રામન સમયમાં જ્યાં જ્યુપીટરનું વિશાળ દેવળ ઉભું હતું ત્યાંજ મૂર્તિપુજાતા, ભાગ લેતા મલિન વ્યવહાર શમી જઇને, એક માટી મસ્જીદના મિનારાપરથી માનવ શાંતિના વ્યવહારસૂત્ર વાળા એક નિરાકાર અલ્લાહની બાંગ પૂકારાયા કરતી હતી. આ વિશાળ એવી મસ્જીદની રચના કરતા પહેલાં તેને પાયેા ખેાદવાના આરંભ વલીદે પોતે કર્યા હતા અને પછી, હિંદ. ઇરાન, કાસ્ટેન્ટને પલ, ઇસ, લીબીયા, ટયુનીસ, અને અલજીરીયાથી આવેલા શિલ્પીએ અને કલાકારાએ તેને દેડ મઢયા હતા તથા આઠ વરસ સુધી બાર હજાર મજુરોએ એનું આંધકામ કર્યું હતું. દામાસકસના પાટનગર વચ્ચેનું આ સંસ્કાર સ્મારક રંગભેરંગી કાચના બાર હજાર દીવાઓ વડે રાજ પ્રકાશિત બનતું હતું. ઇસ્લામની સંસ્કૃતિએ વિકસાવેલી વિદ્યાકલાએમાંની આ એક ઈજનેરી કલાના નમુના અનેકામાંના માત્ર એક હતા.
સંસ્કૃતિના વ્યાપક વિધ્ધાભ્યાસગ
જે
મહમદે ઇસ્લામના પાયામાંજ સંસ્કારનું સ્વરૂપ રજુ કર્યું. હતું કે, “ કાઈ જ્ઞાન અને વિજ્ઞાનની શેાધ કરવાના રસ્તા ધારણ કરીને પોતાના ઘરખારા પણ ત્યાગ કરશે તેણે અલ્લાહના રસ્તા ધારણ કર્યો કહેવાશે તથા ધર્મના શહીદના લાહી કરતાં, વૈજ્ઞાનિકના ખડીયાની અંદરની શાહી વધારે પવિત્ર પૂરવાર થશે. ” ઇસ્લામની સ્થાપનામાંજ આવા ઉદગારાએ ઇસ્લામના ઉદયમાંની વિદ્યાના