________________
૨૮૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામાજિક ઈન્સાફનાં સૂત્રો ધારણ કરીને, મઝદકની આગેવાની નીચે, “સુખ આલમ અથવા લાલઝંડાનું નામ ધારણ કરીને ઇતિહાસમાં મશહૂર બન્યા. ત્યારની પ્રાચીન જીવનધટનાએ મંજુર કરેલું, માનવસમુદાયનું શેપણ, ઈસ્લામના એક અલ્લાહના માનવ માનવ વચ્ચેના શાંતિમય વ્યવહારની જીવન ઘટનામાં ઘણું એછુિં થઈ ગયું. આ જીવન વ્યવહારની મજીદે અને પાન્થશાળાઓ, માનવસમુદાયનાં આશ્રય સ્થાન બન્યાં. દીનદયાને માનવભાવ આ જીવન ધટનાએ શ્રીમતના વર્ગમાં સૌથી વધારે વિકસાવ્યા. સૌથી વધારે એવી માનવભાવના આ ધર્મઘટનાએ ઈસ્લામિક માનમાં સમાન બંધુભાવની ન્યાયની લાગણું ધર્મના પાયામાં મૂકીને માનવસમુદાયમાં એક નવી જાગ્રતિનાં બીજ રોપ્યાં. માનવસમુદાય પરની શોષક યાતનાઓ અને ઈસ્લામિક માનવ ભાવનાના મિશ્રણમાંથી દીનદયાની કરૂણાને ઉદભવ થયે. આ કરૂણાની નૂતન લાગણીને સંસ્કૃતિના કળશ પર આભરણની જેમ ધારણ કરીને ઇસ્લામની સંસ્કૃતિ પૂર્વ પ્રદેશના સમીપ વિભાગના એશિયાઈ જગત પર અને આફ્રિકાના, ઈજીપ્ત મેકકે અને ટયુનીશિયા જેવા પ્રદેશ પર પ્રકાશી ઉઠી. આફ્રિકાની આ કિનારી નૂતન સંસ્કાર રૂપમાં મધ્યપૂર્વ અને સમીપ પૂર્વની દુનિયામાં ભેગી ભળી ગઈ. ધર્મ સમભાવ
મૂર્તિપૂજાનો ઇન્કાર કરીને બંધાયેલી ઈસાઈ ધર્મની ભાવના તરફ આ નુતન સંસ્કૃતિએ સહેદરભાવ ધારણ કર્યો. અલ, હકીમ નામના એક ગાંડા ખલીફાએ ગાંડપણમાં જ્યારે ઈ સ. ૧૦૧૦માં પેલેસ્ટાઈનમાના ઇસાઈ દેવળને નાશ કર્યો ત્યારે તરત જ એક અમૂર્ત ઈશ્વરના ઈસાઈ દેવાલયને બાંધવા મધ્યપૂર્વના મુસલમાનોએ જ એક મોટું ફંડ ભેગું કરીને ઈ. સ. ૧૯૪૭માં સુરમ્ય એવું ખ્રિસ્તી દેવાલય ચણાવ્યું તથા તે સાલમાં નસીર–ખુશરૂ નામના મશહૂર મુસાફરે તેનું વર્ણન કર્યું કે આ વિશાળ દેવાલયના વિશાળ સંમેલન ખંડમાં આઠ હજાર માણસ એકી સાથે બેસી શકે તેટલે તે મટે છે. નકશી અને કલાનાં સુશોભનોથી મઢેલા આ દેવાલયમાં મુસ્લીમ કલાકારોએ જ જિસસનાં ચિત્રો દેર્યા. જેરલાલેમમાં આ મહાન દેવળ સર્વોત્તમ લેખાયું. ઇસ્લામિક સંસ્કૃતિનું સિદ્ધાંતરૂપ
મૂર્તિપૂજક અથવા પગન જગતને અથવા પગન જીવન વ્યવહારનો અંત માગતી અને એક અલ્લાહના નામમાં માનવ માનવ વચ્ચેના શાંતિમય વ્યવહારનું નિર્માણ માગતી, સમશેરને ધારણ કરીને નીકળી પડેલી આ સંસ્કૃતિનું સિદ્ધાંતરૂપ બિલકુલ સીધુંસાદુ હતું. આ સ્વરૂપમાં આસ્તા રાખવાનું કામ માનવા