________________
૨૬૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઈજીપ્ત કે બેબીલેને, સીરીયાએ, અને ગ્રીસના એથેન્સ નગરે પણ પિતાના પાટનગરમાં વસનારને સૌને સમાન બંધુ ભાવથી પિતાની નગરકાયામાં વણી લીધાં નહોતાં. આ નૂતન નગરે પિતાની રચનામાંજ નવી ભાત પાડી. પવિત્ર ગણવા માંડેલી ટેકરીઓ પર વિકસવા માંડેલા, રોમનગરને માતૃભમ કહેનારા લાખે નાગરિકે રોમના રક્ષણ માટે મરણીયાં બનવાને મનોભાવ કેળવવા માંડ્યાં.
આવું રેમનગર વિશ્વ ઈતિહાસનું નવું નગર બન્યું. કારથેજ નગરમાં તે જગતની શ્રીમંત શાહીનું અધિકારવાળું રૂપ હતું. આખું નગર સમાન નાગરિકાનું નહોતું પણ ભાડુતી લશ્કરોથી રક્ષાયેલું નગર હતું. આ બને નગરે હવે ઇ. સ. પૂર્વેના પાંચમા સૈકામાં સામસામે આવી ગયાં. આફ્રિકાના ઉત્તર કિનારા પરથી ઇતિહાસની કેડી, યુરોપખંડને અડી ચૂકી. જ્યાં આ ઐતિહાસિક સંપર્ક થયે ત્યાં સિસલીના ટાપુપર બંને મહાનગરના વહિવટી ઉસ્તાદ આવી પહોંચ્યા અને સિસલી પરના વહીવટમાં પોતપોતાની હકુમત ઠેકી બેસાડવા, દરેકે રાજકારણ ખેલવા માંડ્યું. રાજકારણનું રૂપ પછી આસ્તે આસ્તે વિગ્રહનું બનવા માંડ્યું અને રેમ તથા કારથેજ વચ્ચે સંગ્રામ શરૂ થયો. ચુનીક સંગ્રામો અથયા રોમ કારથેજનો ગજગ્રાહ
ઈસુના જન્મ પહેલાં પાંચસો વરસ પર જન્મી ચૂકેલી રોમનશાહી હવે કારથેજની શહેનશાહત સામે સંગ્રામ ખેલવા માંડી. ત્યારે ઈસુને જન્મવાને હજુ અઢીસ વરસની વાર હતી.
આ મહાભારત સંગ્રામને પહેલે હિસે સિસલી ટાપુને પડાવી લેવા માટે બન્ને પક્ષે શરૂ થયો. આ સંગ્રામનો એ હિસ્સો વીસવરસ સુધી ચાલ્યો. નવું જન્મેલું રોમન દરિયાઈ લશ્કર કારથેજના નૌકાકાફલા સામે આ ચોવીસ વરસ સુધી લડયું. વીસ વરસ સુધી કારથેજ સાથેના નૌકાયુદ્ધમાંથી રામન કાફલાને જન્મ થયો. સંગ્રામને સક્રિય પદાર્થ પાઠમાંથી રેમન શહેનશાહતનું નૂતન નૌકાદળ બંધાયું અને કારજનાં લડાયક સાધનો કરતાં ચડ્યાતાં સાધને એ કાફલાએ સજવા માંડ્યાં. છેવટે મીલીના યુદ્ધમાં કારથેજનો કાફલે પરાજ્ય પામ્યો અને કારણે જે સલાહની માગણી કરી. સિસીલીને દ્વીપ રોમન કાબુ હેઠળ આવી ગયો અને કારેથેજની નજીક આવેલા આ દ્વીપ પર રેમના થાણું નાખીને રોમનશાહી કાથેજની શહેનશાહતની પડોશણ બની.
એક બીજાનો વિનાશ માગતી બન્ને શહેનશાહી વચ્ચે તેવીસ વરસે સુધી શાંતિના અથવા ઠંડા યુદ્ધના દાવ ખેલાયા કર્યા. તેવીસ વરસની શાંતિ પછી એક નવો બનાવ બન્ય. ત્રાંબુ શોધતી રેનન શહેનશાહને સરિડીનીયાનો કબજો