________________
પ્રાથીવ ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, કિનીશીયા ૨૬૩ હતી. પિતાના મનગરને ટાઈબરનદીને મૂખ આગળ બાંધીને, ટાઈબરને ઉત્તરથી દક્ષિણને આરે એણે દરિયામાં પહોંચી જઈને હવે તે દરિયે ખેડવા માંડ્યો હતે. અહીં ગ્રીક ગુરૂઓ આવ્યા હતા
ઘણું વરસોથી આ રામનગર સાથે વેપાર કરવા ગ્રીક વ્યાપારીઓ આવ્યા કરતા હતા. આ પ્રકાએ આ રામનગરને સંસ્કૃતિ આપવા માંડી હતી. સંસ્કૃતિની એથેન્સ નગરીએ આ રોમ નામના ગામડામાં વસતા રમનાને ભણવવા માંડયાં હતાં. આ ડુંગરીયાઓ ભણવા માટે આતુર હતાં. કેરીસ્લેટ જેવાં આ માનવોને ગ્રીકે મજાકમાં લેટીન કહેતા હતા. આ લેટીને ઝડપથી શિખવા માંડ્યાં હતાં. એમણે ગ્રીક પાસેથી કિનીશીયા મારફત પહોંચેલી બારાખડી પણ ઘૂંટવા માંડી અને હેડકાં બાંધવાનું શરૂ કરી દઈને વ્યાપારના પદાર્થપાઠ શિખવા માંડયા, અને જોતજોતામાં તે તેમણે દરિયે પણ ખેડવા માંડ્યો.
ગ્રીકના ભગવાને પણ તેમણે ગ્રીક પાસેથી ભેટ તરીકે લીધા. ગ્રીકમાં ઝીઅસ નામવાળો ઇંદ્રભગવાન રોમમાં યુપીટર નામ ધારણ કરીને બેઠે. પછી તે બીજાં અનેક દેવદેવીઓ ગ્રીસમાંથી રોમમાં આવી પહોંચ્યાં.
ગ્રીની જેમ જ તેમના પિતાના રાજવહિવટનું રૂપ ઘડવા માંડયું. તેમણે પિતાને ત્યાંના વિગ્રહખોર જેવા રાજાને રેમનગરમાંથી હડસેલી કાઢયે અને પછી પિતાના નગરને વહિવટ, શ્રીમતિએ અને સામાએ ચૂંટેલી સીનેટ નામની સમિતિને સુપરત કર્યો. આ સમિતિ પર એક પ્રમુખને બદલે બે પ્રમુખે અથવા કનસલ રાખવામાં આવ્યા. આ ઉપરાંત તેમણે ટ્રીબ્યુન નામની એક ન્યાયાધીશીને નીમી. પણ સૌથી વડે ન્યાયાધીશ કેનલ હતે. રેમન રાજકારણનું નવું રૂપ
આ રોમનગર ચૂપચાપ વિશ્વ-ઇતિહાસમાં પ્રવેશ કરતું હતું. અતિપ્રાચીન એવા વિશ્વ-ઈતિહાસમાં નહોતું તેવું નવું રાજકારણ રમનગરને પાયો રચતું હતું. આ નવું રાજકારણ રેમનગર અને આસપાસના પ્રદેશને નૂતન વહિવટ ઘડતું હોય તેમ, જગતનાં પાટનગરેએ નહોતું ધારણ કર્યું તેવું નૂતન રાજકારણ રેમની ઘટના ઘડવામાં ધારણ કરાયું. એણે જે કઈ નાગરિક, મન નાગરિક બનવા, ગમે ત્યાંથી આવીને વસવા માગતું હોય તેને, સર્વરીતે સમાન , હક્ક અને અધિકાર આપીને કહ્યું, “આ, અને સમાન બનીને રહે. રામનગર “રેસ-પબ્લીકા” અથવા સૌની સ્વરાજભૂમિ છે” આવી લેકશાહી રીત વડે રેમનગર સૌની સમાન માતૃભમ બનીને, ત્યાં વસનાર સૌ કોઇને સમાન નાગરિક ગણીને, ઇતિહાસનું પ્રચંડ પાટનગર બનવા માંડયું.