________________
૨૫૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ગૌતમમ્રુદ્ધની વિચારણામાંથી બનેલા બુધ તથા તાજો આવેલા ઈસ્લામ ધર્મ પણ અંધશ્રદ્ધાના આ સામંતશાહી યુગના અંધકારમય અખાડાઓ ખનીને જગત પર પથરાઈ ગયા. આ અંધારાયુગમાં ભારતની ધરતી પર મુદ્દની વિચારણાના લય થઈ ગયા અને હિંદમાં હિંદુધર્મના અંધકાર નિબીડ બની ગયા.
અધકારનાં મધ્યયુગી પડળ નીચે ભારતદેશ
આખા જગતને પોતાના કફન નીચે લપેટી લેતાં અંધકારનાં પડળને પાછાં ઠેલવા ભારતની મહાન ધરતીપર મૌ ચક્રવ્રુતિ ચંદ્રગુપ્ત અને બ્રાહ્મણુ અમાત્ય ચાણકયે ભગીરથ પ્રયત્નો કર્યા. આ ચંદ્રગુપ્તનાજ પૌત્ર અશાકે શહેનશાહતાના ઇતિહાસમાં પહેલીવાર માનવધર્મીના શાસન વ્યવહારને વિશ્વતિહાસના ગૌરવ જેવા ઉજવળ બનાવ્યા. છતાં આ ઉજવળતા લાંખા સમય ટકી શકી નહી. આજ અરસામાં હિંદુધર્મની બ્રાહ્મણ ધટનાએ આક્રમણ કર્યું. આ આક્રમણના સ્વરૂપે મુદ્દતની વિચારણામાંથી અને સધના માનવધર્મ વ્યવહારમાંથી સુધરવાના પ્રયત્ન પણ શરૂ કર્યો. આ સુધારણામાં પાછું ગણિત શાસ્ત્ર અને ખગેાળ શાસ્ત્ર વિજ્ઞાનના પ્રકાશ ધારણ કરીને આપી ઉઠયાં. આ`ભટ્ટ અને વરાહિમહીરની શાસ્ત્રીય સાધના ફ્રી પાછી અભ્યાસ ક્રમ બનીને અભ્યાસની શાસ્ત્રીયતાનું રૂપ ધારણ કરવા માંડી અને એલીફન્ટા અને લેારાનાં સૌંદર્ય સ્વરૂપે, સંસ્કારનાં સાથી જેવાં ઘડાયાં.
અધકારના પડકાર સમેા ઇસ્લામના ઉદ્દય
એજ અરસામાં રામન સામ્રાજ્ય પછી જગત પર ઉતરતા અંધકારના પડકાર સમેા ઈસ્લામનેા ઉય, ઇ, સ. ૬૩૨ ના સમયમાં ઉગતા સૂરજનું તેજ ધરીને પ્રકાશી ઉઠ્યા. આ પ્રકાશના ઘેાડાપૂરે જૂના જગતનાં બધાં દેવદેવીઓને પોતાના ધસારા જેવા સાવરણા વડે વાળી નાખીને એક અલ્લાહની ખાંગ પૂકારી. સમશેર ધારણ કરેલી આ સંસ્કાર હિલચાલે માનવ માનવ વચ્ચે બધુભાવની મુનિયાતની જાહેરાત કરીને
આ પૃથ્વી પરજ સ્વર્ગ ઉતારવાની આગાહી આપી. આવી સીધી સાદી જાહેરાતને એણે કુરાન નામની ચેાપડીમાં કવિતા જેવી જબાનમાં લખી
નાખી.