________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
૨૫૧ જે માનવજીવન માટે મૂલ્યવાનું માલુમ પડે તેને સ્વીકાર કરતે અને તેનું સમાર કામ કરતે, આ રાષ્ટ્ર દરિયાઈ તાકાતને ધારણ કરીને ઉભો હતે.
એટલે જ એસીરીયાના લશ્કરવાદ જેવો ઈરાનને આર્યલશ્કરવાદ, જગત જીતવા નીકળતી શહેનશાહત બનીને ગ્રીક ધરતી પરના સંસ્કાર સામે સંહારને ધસારે બનીને આવ્યો ત્યારે પણ ગ્રીસના ઉપ્તાદનરૂપ સામે અથડાઈને પાછે પડ્યો, તથા ગ્રીક લોકશાહીમાં સંસ્કારની ઘટનામાં આઝાદીનું રૂપ ઉમેર્યું. ગ્રીક સંસ્કૃતિએ, અતિ પ્રાચીન સંસ્કૃતિઓનાં મૂલ્ય લઈને જ માનવ વ્યવહારનું સંસ્કારરૂપ પિતાને ત્યાં ઘડવા માંડ્યું હતું પરંતુ તેણે આ ઘડતરમાં પિતાની નવીનતાને પણ દાખલ કરી. આ નવીનતાનું રૂપ વિજ્ઞાન રૂપ હતું. એણે વિજ્ઞાન રૂ૫ની વિચારણના પાઠ હિંદ ભૂમિ પર જઇને શીખવા માંડ્યા હતા. ભારતની ભૂમિ પર ગૌતમબુદ્ધ આદરેલે વૈજ્ઞાનિક વિચારણાને પાયે અને તેને સંધ વ્યવહાર એણે નજરોનજર દીઠો હતો. ગ્રીસની ધરતી પર ચિંતનના રૂપને વૈજ્ઞાનિક પાયાપર મૂકે તેવા ગ્રીક મહાનુભાવો ભારતના કણભૂકોને અને ખગોળ તથા ગણિતશાસ્ત્રીઓને સંપર્ક સાધીને પાછા ગ્રીસમાં આવી પહોંચ્યા અને ભારતની ભૂમિ પરની બ્રાહ્મણ હકુમત જેવું અતિ પ્રાચીનતાનું સ્થિતિચૂસ્તરૂપ, ગ્રીક ધરતીપર ન હોવાથી આ નૂતન તાજગીવાળી કેરી પત્થરપાટી પર સંસ્કારના મૂળાક્ષર ઘૂંટવા માંડેલી ગ્રીક માનવતાએ વિજ્ઞાન રૂપને એક આગળને પદાર્થપાઠ ભણવા માંડશે. વિજ્ઞાન રૂપને નૂતન જન્મ
આ પદાર્થ પાઠ મંત્રોને મુખપાઠ કરવાને નાતે પણ બુદ્ધિની શુદ્ધિના વ્યવહારને જ જીવન વ્યવહાર બનાવવાનો વૈજ્ઞાનિક વ્યવહારને પદાર્થપાઠ રોજબરોજના જીવનકાર્યમાં ઘડવાને હતા. આ પદાર્થપાઠ મનુષ્યને તરંમાંથી વિજ્ઞાનમાં લઈ જનાર પદાર્થપાઠ હતે. આ પદાર્થપાઠને વિજ્ઞાન રૂપવાળે વ્યવહાર ગ્રીક સંસ્કૃતિ ઘડી શકી કારણ કે ગ્રીક ઈતિહાસના જીવને, જે સંસ્કૃતિને પિતાને ત્યાં જન્માવી હતી તે તેણે પિતાને માટે શોધી કાઢી હતી. આ શોધ સાથે એટલે જ એનું સ્થિતિચુસ્ત મમત્વ બંધાયું નહતું કે મડાગાંઠ બાઝી શકી નહોતી પણ પિતાને પ્રાચીન જગતમાંથી જે જગ્યું હતું તેમાંથી મૂલ્યની પારખ કરીને એણે મૂલ્યને જ પિતાના જીવન વ્યવહારમાં મઢવા માંડ્યું હતું. આ મથામણ અને મઢામણ સાથે એટલે જ એણે શોધકની રીત પ્રમાણે પૃથક્કરણ કર્યું. આ પૃથક્કરણ કરતાં કરતાં, સવાલ જવાબે કરતાં કરતાં, સારાસારની વિવેક ક્રિયા કરતાં કરતાં જે જરૂરી, ઉપયોગી અને મૂલ્યવાન માલમ પડ્યું તેજ ગ્રીક સંસ્કૃતિએ ધારણ કર્યું.