________________
૨૫૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ નગરે, સંસ્કૃતિનાં કારણે નહેતાં પણ પરિણામે હતાં. ખેતીના જીવનવ્યવહાર અનેક વ્યવસાયને જનમાવ્યા હતા. આ વ્યવસાયે આ નગર સ્વરૂપોમાં યોજનાપૂર્વક એકઠા મળતા હતા. આ નગર રૂપની સાથે આસપાસનાં ગ્રામઘટકે જીવન વ્યવહારની એક્તાનાં એકમ બનીને જોડાતાં હતાં. આ બધાં એકમમાં શરૂ થયેલાં દેવતાઓ આ નગર રૂપમાં રચાવા માંડેલા સૌથી મોટા દેવતાના સૌથી મોટા ભગવાનની પ્રતિમાની હકુમત નીચે આવતાં હતાં. આજસુધીના બધા ભુવાએ પણ હવે નગરમાં હકુમત ધરાવતા, પુરહિતેની હકુમત નીચે આવતા હતા, તથા જાદુઓ જેવું ધર્મનું રૂપ ધર્મ સંસ્થાને આકાર ધારણ કરતું હતું. વસવાટ અને વ્યવહારની ક્રિયાઓ પણ હવે માનવસમુદાયમાં નગર રચનાના જીવનવ્યવહારમાં વર્ગો જન્માવતી હતી. કારીગરે અને વેઠીયાઓ તથા ગુલામોના વર્ગો ઉપરાંત વેપારીઓને વર્ગ પણ વિકાસ પામવા માંડ્યો હતે. સરિતા સંસ્કૃતિનું સંસ્કારરૂપ
એવું પ્રાચીન સંસ્કૃતિનું આ સ્વરૂપ જીવનવ્યવહારનાં સાધવાળું ત્યારના જ્ઞાન અને વિજ્ઞાનના પાયા પર ઉભું. ઈ. સ. પૂર્વે પાંચ હજાર વરસ પર ઈજીપ્ત અને સિંધુનાં નગરોમાં નિપજેલાં ખુરશી ટેબલે, રમકડાંઓ, વાસણ, ઈટે, નહેર, ઘરે, દિવાલે, પ્લાસ્ટ, કપડાંઓ વગેરે જીવનઘટનાના સાધનસાજ આજની જીવનઘટનાને પણ સાધનસાજ છે. આ બધાં સાધનોને પાયા તરીકે રાખીને જ આપણે તેમાં સુધારા કર્યા છે. આ ઉપરાંત ત્યારની જીવનધટનાએ આરંભેલાં જીવન વહિવટનાં તમામ સામાજિક સ્વરૂપ, અને સંસ્થાઓને પાયા તરીકે રાખીને જ આજસુધીના બધા વહિવટોએ સુધારા કર્યા છે. આ પાયાઓ જેવાં સંસ્કારઘરે, પ્રાચીન જગતના પૂર્વના રાષ્ટ્રોમાં શરૂ થયાં. ભારત, ઈજીપ્ત, બેબીલેનીયા વગેરે સંસ્કૃતિનાં મૂલ્યની પારખ કરનાર અને આ મૂલ્યોને સાચવનાર, સંધરનાર અને તેના પર મરામત કરનાર ગ્રીક દેશે પણ પ્રાચીન સમયના, ઈ. સ. પૂર્વેના બારમા શતકથી સાતમા શતક સુધીમાં પિતાની ઘટનામાં સંસ્કાર વ્યવહારના પાયારૂપ વૈજ્ઞાનિક વિચારણાને આરંભી દીધી હતી. ગ્રીક સંસ્કૃતિની વિશિષ્ટતા
અતિ પ્રાચીન સંસ્કૃતિઓની સ્થિતિ ચૂસ્તતા આ નૂતન ઉથાન પામતા ગ્રીસ દેશ પર આવી શકી નહીં કારણ કે તે ઈજીપ્ત બેબીલેન અને સિંધુનાં નગરેથી અલગ બનીને, અતિ પ્રાચીનતાની સંસ્કૃતિની તારવણું કરી શકે તેટલે દૂર ઉભો હતે. આવી તારવણી કરતા અને અતિ પ્રાચીન સંસ્કારના વ્યવહારમાં