________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
૨૪૯ ઉપરાંત ભણવાની અને દળવાની તથા પકવવાની ક્રિયાઓ ઉપરાંત વણવાની અને માટીનાં વાસણ બનાવવાની અને ઝૂપડાં બાંધવાની ક્રિયાઓ એણે જીવન વ્યવહારમાંથી સંપાદન કરવા માંડી. સંસ્કાર અને સંસ્કૃતિની આવી નમ્ર શરૂઆત પાલક અને ઉત્પાદક જીવનમાં શરૂ થઈ. આ નૂતન જીવન વ્યવહારના પાયામાંજ, મનુષ્યની ક્રિયાનું નવું વૈજ્ઞાનિકરૂપ કેવળ કાર્ય અથવા શ્રક્રિયાને બદલે શ્રમકાર્ય નામનું બન્યું. શ્રમકાર્યનું સ્વરૂપ તરતજનાં પરિણામે સાથે જોડાવાને બદલે દૂરનાં પરિણામો સાથે જોડાયું. દાખલા તરીકે શિકારી જીવનની શ્રમક્રિયા તરત જ ખાઈ જવાની ક્રિયા અથવા તરતજની પરિણામ ક્રિયા સાથે જોડાયેલી હતી. પરંતુ હવે વાવેતરથી માંડીને તે ખાવાનું પકવવા સુધીની ક્રિયાઓ અને પરિણામે દૂરના સમયમાં આવવાનાં પરિણામો અથવા ભવિષ્યના સમય સાથે જોડાય છે. આ પરિણામોની ક્રિયાઓએ મનુષ્યની ક્રિયાને જનાવાળી બનાવી તથા શ્રમને શ્રમકાર્યનું સ્વરૂપ એનાયત કર્યું.
જીવનવ્યવહારના જ્ઞાનરૂપ અને વિજ્ઞાનરૂપ તરફ આગળ વધવાને આ આરંભ સમય હતે. પરંતુ આ નૂતનરૂપમાં શિકારી સમાજમાં હતી તેવી જંગલની દશાના શિકારના રોમાંચક અનુભવો અને મિજબાનીઓના સાહસિક જલસાઓ ઓછા થઈ જતા હતા. આ દશામાં જ માનવસમાજ જ્ઞાનનું ફળ ચાખતા હતા. બાઈબલની અંદરનો પ્રાથમિક સમાજ આ જ્ઞાનનું ફળ ચાખતાં, જંગલના શિકારી સ્વર્ગમાંથી પતન પામતે હતે.
પણ આ પતન નહોતું. ગ્રીક સાહિત્યમાં વર્ણવાયેલું આ સ્વરૂપ જ્ઞાનના નૂતનજ્ઞાનના ઉદયવાળું પ્રોમીથીયસની કથામાં આલેખાયું. મનુષ્ય, પ્રાણીજગત અને વનસ્પતિજગતને પિતાના વ્યવહારની ક્રિયાની પ્રયોગશાળામાં લાવી દઈને, જ્ઞાન અને વિજ્ઞાનની આરાધના શરૂ કરી. વિશ્વસંસ્કૃતિની યોજના
જીવનવ્યવહારની આવી વૈજ્ઞાનિક ઘટનાના ખેતીરૂપને પાય બનાવીને સરિતાઓની સંસ્કૃતિઓ આપણું પૃથ્વી પર વિકસવા માંડી. આ સરિતાનાં મથકે પર નગરરૂપ રચાવા માંડયાં. આ નગર સંસ્કૃતિઓમાં, ખેતીવાડીના જ વિકાસ માટે કૂવાઓ ખોદવાનું, રસ્તાઓ બાંધવાનું અને નહેર બાંધવાનું જીવનવિજ્ઞાન આરંભ પામ્યું. વિજ્ઞાન અને સંસ્કૃતિનાં આ સંસ્કારધામ, ઇજીપમાં નાઈલ નદી પર, ભારતમાં સિંધુ નદી પર, ટાઈગ્રીસ અને યુક્રેટીસ પર એકસસ અને પીળી નદી પર તથા યાંગઝી અને વેલ્યા નદી પર સૌથી પહેલાં શરૂ થયાં.
૩૨