________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
ર૪૭ ધર્મરૂપને આરંભનો આ દેખાવ, “સત્ય” અથવા “સ્પીરીટ'થી શરૂ થયો. આ સ્પીરીટ અથવા “જીવ' ની કલ્પના સાથે પછી કુદરતી ક્રિયાઓમાંથી પણ અને શરીરના રોગમાંથી પણ સ્પીરીટ અને સોના તરંગે આકાર ધરવા લાગ્યા અને ધર્મના ક્રિયાકાંડે તેની પાછળ વણાવા લાગ્યા. આ બધાં તરંગરૂપોની મુર્તિઓ પણ ઘડાવા લાગી. આ મૂર્તિઓના અનેક આકાર બન્યા અને સૌની આરાધના અથવા પુજાઓની ક્રિયાઓ પણ નક્કી થવા લાગી. આ બધાં દેવદેવીઓ અથવા દેવતાઓમાં પણ પછી ઓછી અને વધારે તાકાતવાળાં દેવતાઓના વર્ગો થયા. આ સૌની મનુષ્યો પરની અને અંદર અંદરની ક્રિયાઓની કથાઓ પણ ભુવાઓ મારફત માનવ સમાજની માન્યતાઓનું તરંગીરૂપ ધારણ કરવા લાગી. આ રીતે ત્યારના જગતમાં થતી પદાર્થક્રિયાઓ કુદરતની ક્રિયાઓ અને મનુષ્યના શરીરની ક્રિયાઓ સાથે પણ સોના તરંગવાળું શરૂ થએલું ધર્મરૂપ વણાઈ જવા માંડયું.
વિકાસ પામતા પ્રાથમિક જીવનની ક્રિયાઓ આ રીતે વાસ્તવિક સમજણ અથવા વૈજ્ઞાનિક સમજણ તરફ ગતિ કરવાની ગડમથલ કરતી આવું તરંગરૂપ ધારણ કરવા માંડી હતી. આ તરંગરૂપ સત્ય અથવા દેવતાઓ બનીને મનુષ્યના પ્રાથમિક જીવનવ્યવહારમાં ઓતપ્રેત બનવા માંડયાં હતાં. ખૂબ ધીમેધીમે, આ સ અને દેવતાઓ, સાચી વાસ્તવિકતાની સમજણ અથવા વિજ્ઞાનના ઉધ્ય સાથે, પદાર્થ ક્રિયાઓ બની જઈને શમી જવાના હતા. વિજ્ઞાનને વિકાસ
આજે વનના વ્યવહારે જ એક સમયના અગ્નિદેવને પદાર્થની ક્રિયા તરીકે, રજુ કરી દીધું છે. બળીયા અથવા શિતળા નામના એક સમયના દેવતાને, રોગનું જંતુ બનાવીને વિજ્ઞાને તેને આજે પ્રયોગશાળાની ટેસ્ટટયુબમાં દાખલ કરી દીધો છે. પરંતુ વિજ્ઞાનને આજે છે તે વિકાસ પિતાનું ખૂબ ઝાંખુ એવું રૂપ તે પ્રાચીન સમયથી ધારણ કરતા હતા, પરંતુ તે ખૂબ ધીમે હતે. વિજ્ઞાનની આવી ઘટનાને વિકાસ એક દિવસમાં નથી થયો. આજને હજાર વરસને વિશ્વ-ઈતિહાસ એક રીતે કહીએ તે વિજ્ઞાનને જ ઈતિહાસ છે. માનવ સમાજના વાસ્તવજગત સાથેના જીવનના વ્યવહારનું વિજ્ઞાનરૂપ હજારે વરસની જીવન વિકાસની અને સંસ્કૃતિને પાયો બનેલી, વિજ્ઞાન નામની ઘટના છે આ વિજ્ઞાનઘટનાનું આરંભનું રૂપ અતિ પ્રાચીન સમયમાં શરૂ થયું ત્યારે ધર્મરૂપમાં સેળભેળ થઈ ગએલું હતું. તેનું ત્યારનું સ્વરૂપ જાદુનું રૂપ હતું, અને કુદરતનાં રહસ્યનું બીતું બીડું અવલોકન કરતું હતું એટલે કુદરતને અંધ રીતે આધીન હતું, અને વ્યવહારમાં કેવળ કુદરત સાથે જ બંધાયેલું હતું.