________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
આ ધારણ ક્રિયામાં એણે જગતની ક્રિયાએ સમજવા માટે મૂકાયેલાં જાદુઇ જમાનાની અવૈજ્ઞાનિક દંતકથાઓ અને પરી કથા તથા વ્હેમ અને અંધમાન્યતાઓના ઇન્કાર કર્યાં. આ ધારણ ક્રિયાએ આરભથી જ સીધું – સાદું જીવન અંગીકાર કરીને સમજણને પેાતાના ભામીયા બનાવીને આગળ વધવા માંડયું. સમજદાર વ્યક્તિનું વ્યક્તિત્વ આ માનવ સમુદાયની સરદારી લેવા માંડયું અને દેવદેવીઓ તથા તેમની સંસ્થાઓ, માનવવ્યક્તિત્વના ભાનરૂપની સકારણુતાના સ્વરૂપને ગુંગળાવી શકયાં નહીં. ભાનરૂપની આ સકારણતા વાસ્તવવાદી અને વિજ્ઞાનવાદી બની.
સ્પર
છતાં વિજ્ઞાનનું રૂપ નિરપેક્ષ રહ્યું :
છતાં ગ્રીક ધરતી પર વિકસવા માંડેલી વૈજ્ઞાનિક વિચારણા જીવનવ્યવહારમાં વૈજ્ઞાનિક ક્રિયાવિધાના માટેનું “ ટેકનીક ” ધારણ કરી શકી નહીં. આ વૈજ્ઞાનિક વિચારણા વિચારનાં સ્વરૂપાતેજ ધારણ કરીને ગણિતશાસ્ત્ર, ભૂમિતિ, અને ખગાળમાં જ અટવાયા કરી. વિચારણા તર્કશાસ્ત્ર અને પ્રમાણુશાસ્ત્રની ઘટનાને જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રની જેમ એ ઘડી શકી. આ વિચારણાએ માનવ વ્યવહારના રાજબરાજના સામાજિક સંબંધ રૂપાને પ્રમાણ શાસ્ત્રની પકડથી જ સકારણ બનાવવાના પ્રયત્ન કયા. આ વિચારણા પદાર્થની અથવા કુદરતની ક્રિયાના વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકી નહીં પણ આખુ જગત અથવા અસ્તિત્વ સકારણ છે એવું પ્રમાણુશાસ્ત્ર ધડી શકી, અને વિજ્ઞાનના રૂપતે જાળવી રાખી શકી. ભારતીય જીવનધટના આવા વૈજ્ઞાનિક વિચાર રૂપ સુધી તે પહેાંચી જ શકી હતી પરન્તુ હિંદુ જીવનધટનાના હાડમાં બ્રાહ્મણ હકુમતને અંધ અને સામાજિક અગછેદ કરનારા ભેદરૂપવાળા, કીડા, દાખલ થઈ ગયા હતા તથા તેને કારી ખાતા હતા.
એટલે વિજ્ઞાનરૂપની માવજત કરવાની તાકાત તેણે ગુમાવી હતી. પરન્તુ નિરપેક્ષ એવા વિજ્ઞાનરૂપ પર ગ્રીક જીવનવ્યવહાર પણ પેાતાના કારભારનું મજબૂત અને ટકી શકે તેવું કલેવર ધડી શકયા નહી. સકારણતા તે, વિચાર રૂપમાં જ સંધરી રાખીને, સ્ત્રી અને ગુલામેાની યાતનાઓ પર સંસ્કૃતિની ઇમારત ધડીને ત્રાક જીવનવ્યવહાર પણ મહાન પેરીકલિસના સમયની ભવ્યતા પર એક જ દિવસ ચઢી જઇને, ઇતિહાસની એક પળ સુધી જ્યેાતિય બનીને પરસ્પરના સંહારની યાદવાસ્થલીમાં ઉતરી પડયા. ત્યારપછી યુરોપીય વિજ્ઞાનને પાયા બનવા આ ન્યેાતિર દેશ શમી ગયા. આજના વિજ્ઞાનના ગ્રીક ઝંડાધારી
ગ્રીક સંસ્કૃતિનું આવું નિરપેક્ષ છતાં વૈજ્ઞાનિક વિચારરૂપ, વિજ્ઞાનના વિકાસ માટેની આરંભની રેખા, વિજ્ઞાનના પ્રયાગમાટેનું ક્રિયાવિધાન તથા વૈજ્ઞાનિક