________________
વિવ ઈતિહાસની રૂપરેખા રિવાજ ત્યાં શરૂ થયે નહિં. વૅટેએ કાયદાઓ નામનું પુસ્તક લખ્યું તેમાં ધર્મની સારી પેઠે છણાવટ કરી પણ આખાએ પુસ્તકમાં પુરોહિતનો ઉલ્લેખ સરખો પણ કર્યો નહિં. ધર્મના ગુનાઓ માટે લેકે પર કામ ચલાવવામાં આવતું હતું પરંતુ ઇન્સાફ કરનાર તરીકે પુરોહિતની હાજરી કદી પણ લાયક કે જરૂરી લેખાતી નહિં.
વિચારસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યતા જીવતા જાગતા નમુના જેવો સેક્રેટિસ યુગયુગ સુધી ચૌટે ચૌટે ફરતે રહ્યો. વિચાર કરવાનું અને ચર્ચા કરવાનું મહાન સાહસ ગ્રીક ધરતી પર રેજીદ બનાવ બની ગયું. સરકારનું અને ધર્મનું સ્વરૂપ એથેન્સ નગરમાં એથેન્સનાં નાગરિકોને કદિ પણ રેકી શકતું નહિં. જ્યારે એથેન્સનગર જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતું હતું ત્યારે પણ સોક્રેટિસને બારણાં ઠોકીને મધરાતે ઊઠાડતે એક છોકરે બૂમાબૂમ કરતે ગ્રીક સાહિત્યમાં આલેખાયો છે. ઝબકીને જાગી ઊઠતો સેક્રેટિસ આંખો ચોળતે પેલા જુવાનને પૂછે છે અને સોક્રેટિસના સવાલના જવાબમાં પેલે જુવાન બુમો પાડતે બેલે છે “સમાચાર–સમાચાર !”
“શા સમાચાર છે?સોક્રેટિસ બુમ પાડે છે, “જ્યારે અંતકાળના ઓળાઓ દોડે છે ત્યારે શા સમાચાર છે!” અને જુવાન કહે છે...“ અરે સેક્રેટિસ, પ્રટાગોરાસ આવી પહોંચ્યો છે.”
પણ તેનું શું? પ્રટાગોરાસ તારા ઘરમાંથી ચોરી કરીને જાણે ભાગી ગયે હેય અને પછી તે એને પકડી પાડ્યો હેય એમ બુમો શેને પાડે છે?”
આસ્તેથી પેલે જુવાન કહે છે “અરે સોક્રેટિસ, પ્રોટાગેરાસ તમારી સાથે ચર્ચા કરવા માગે છે.”
જીવન મરણના ઝંઝાવાતમાં જકડાઈ ગયેલા અને આંતર યુદ્ધમાં સપડાયેલા એથેન્સનગરની આ તસ્વીર છે. અતિ પ્રાચીન સંસ્કૃતિને જીત દેશ સુવર્ણના પ્રેમથી પંકાઈ ચુક્યો હતો. કિનીશીયા અને બેબીલેન ધનદોલત માટે આંધળિયાં કરતાં હતાં. એસીરીયા પશુ જેવી તાકાત સજી સજીને પશુની જેમ મોત પામી ચુક્યું હતું. જગતની શહેનશાહતનાં નિશાન ઇરાનમાં આરૂઢ કરવા માટે શાહે આલમે સંહારનાં લશ્કરે સજતાં હતાં. ત્યારે મહાન એવા સંકટથી સપડાયેલી દશામાં પણ આ એથેન્સનગરનાં નાગરિક સત્યની શોધ તરફને પ્રેમ જતો કરવાને તૈયાર હતાં નહિં. “એનેકઝાગોરાસ', “પ્રટાગેરાસ', “મેકિટસ' તથા સોક્રેટિસ જેવા નાગરિકે ત્યારે મનુષ્યની સાચી આઝાદીના ઝંડાધારીઓ બની ગયા હતા અને આઝાદીની આ હિલચાલ અવલોકન અને