________________
- ૨૩૩
પ્રાચીન યુગને મધ્યયુગી અંકોડ, રેમ ટુકડીઓ લીજીઅને કહેવાતી હતી. આ લીજીઅનેએ બધી જ લડાઈઓ છતી હતી. આ લીજીઅનની કૂચકદમ અટકી ન જાય તે માટે રેમનો પાસે નદીઓ પર પૂલ નાખનારા ઈજનેરે પણ હતા. આ લશ્કરને દિવસ-રાતને
વ્યવસાય સંહાર કરવાનો હતો. સંહારના યંત્ર પર બેઠેલી રેમન શહેનશાહતનું પિતાના પ્રદેશની અંદરનું અને રામ નગરની અંદરનું સ્વરૂપ જગત પર શાસન કરતી સોનેરી ટેળી જેવું લાગતું હતું. તેનાથી લદાયેલા રોમન માલિકે ઈટાલી દેશના પ્રાંતમાં જમીનદારે અને શાહુકાર બનીને બેસી ગયા હતા. આ રેમન શ્રીમંત પાસે ધનવૈભવના બધા વિલાસ ગોઠવાઈ ગયા હતા આ ગઠવણી નીચે રેમન શહેનશાહતની તમામ સેવાઓ કરનાર અને શ્રમ કરનાર લાખે ગુલામને માનવસમુદાય હતે. આ ગુલામે જગતના તમામ દેશોમાંથી અહિંયા આવ્યા હતા. આ ગુલામેના શરીર પર પાડેલાં ચિહ્નો પ્રમાણે તેમના પ્રદેશોનું પિછાન થતું હતું. તમામ પ્રદેશો પરની આ પિડીત માનવતાનો વિશ્વમેળો જાણે રેમનગરમાં જામતા હતા. સુવર્ણના ઢગલાઓ ઉપરાંત રામનગરમાં શ્રીમંત શાસકેની બધી ક્રિડાઓ અને આનંદ તથા બધાં સુખ સગવડે ગુલામ બનેલા જગતની શ્રમતાકાતમાંથી સાંપડતાં હતાં. પણ જગત બદલાતું હતું
રોમનગરની આ શહેનશાહતને આવડે મોટો ઠઠારે જાણે જગતને સ્વાભાવિક ક્રમ હેય એ પ્રમાણે ચાલ્યા કરતું હતું. આ ઠાઠમાઠ પર સવાર થયેલી રોમન શાસકોની જિંદગી હવે કોઈ પણ જાતને શ્રમ કરતી નહોતી. એમનાં જીવનની ઘટમાળ કેવળ આનંદ અને ભોગવિલાસના અતિરેક પર બેઠી હતી અને કોઈપણ જાતને શ્રમ કરવામાં હિણપત માનતી હતી. શ્રમ કરવાને વ્યવસાય હવે ગુલામેને જ માટે એગ્ય મનાઈ ચૂક્યો હતો. આ ગુલામ ભયાનક બજારૂપ બનેલી શાસકેની ઘટમાળને આભૂષણ અને અલંકારના રૂપમાં મઢાયેલાં શ્રીમંતમાનને સનારૂપાની પાલખીમાં બેસાડીને રેમનગરમાં ફેરવતાં હતાં. એકકે એક શ્રીમંત, ગુલામોના ટોળાંથી ઘેરાયેલું રહેતું. જ્યારે કોઈ શ્રીમંત માલિકના ઘર આગળ કોઈ મહેમાનની પાલખી અટકતી કે તરત જ બધાં બારણાઓ આગળ ગુલામે સેવા માટે દેડદેડ કરતાં, કારણ કે માલિક કયા બારણુમાંથી પસશે તેની તેમને ખબર નહોતી. '
રામનગરના ભપકાદાર ભવનમાં રહેતે માલિક સફેદ ટેગ પહેર હતો. કાચ જેવા ચળકતા આ ટગા નીચેની લાલકિનારી ચમકતી હતી. પાલખીમાંથી ઉતરતાંની સાથે હાથીદાંતના બકલવાળા બુટ અથવા ચંપલ એ
૩0