________________
૨૪૦
વિશ્વ ઈતિહાસની ઉપર સામાજિક નીતિમત્તાને સંપૂર્ણ નાશ, એની અંદર ચાલતે વર્ગ વિગ્રહ અને આંતરવિગ્રહ, એનું પતન પામતું વ્યાપારિ પરિબળ, એને દુરાચારના જ રૂપવાળે જાલીમ કારભાર, માનવ સમુદાય પર ગોઠવાઈ ગએલી અને ફસાદેર જેવો કરભાર અને વેઠોની સિતમ ચક્કી, તથા સર્વ સંહારક એવા એને સંગ્રામે વિગેરે કહી શકાય. આર્થિક કારણે
શહેનશાહતનાં પતનનાં આર્થિક કારણે એના જીવન વ્યવહારમાંથી જન્મતાં ગયાં. આ કારણોમાં પહેલું કારણું ઇટાલીના ખેડૂતને વાલીઓ અથવા
અર્ધગુલામ બનવાની સ્થિતિ હતી. ધીમે ધીમે બેઠાખાઉ જમીનદારી નીચે રોમન ખેડૂતે પાયમાલ થઈ જતા હતા અને ખેતી છોડી દેતા હતા અને સંસ્થાનમાંથી દાણે આવતો હતો. સંસ્થાનેમાંથી આવતી લૂંટ પછી કમી થતી જતી હતી. વ્યાપાર પરનાં જોખમે વધી ગયાં હતાં. ઇટાલીમાં આવતા કાચા માલના ઢગલામાંથી પાકી પેદાશ નિપજાવનાર કારીગરે ખતમ થતા જતા હતા. બીજા પ્રદેશે પોતાને ત્યાં પાક માલ નિપજાવતા હરીફ ઉત્પાદકો પણ બનવા માંડ્યા હતા. લશ્કરને ખર્ચ વધે જ જતું હતું. ને કરશાહીનું રૂપ અતિ વિશાળ બની ચૂક્યું હતું. સરકારી તંત્ર બિલકુલ સ્વભક્ષક બનવા માંડ્યું હતું. ચલણી નાણું પડવા માંડ્યું હતું. એકતા અને સમાનતાનું રૂ૫ રોમન સમાજના, આર્થિક વ્યવહારમાં ખતમ થઈ ગયું હતું અને પરસ્પર હકૂમતવાળી ભેદરચના શરૂ થઈ ગઈ હતી. અંદરઅંદરના આર્થિક કલહે ઉગ્ર બની ચૂક્યા હતા. રોમન સામ્રાજ્યમાં ગુલામેના બળવા શરૂ થઈ ગયા હતા. પતિત અર્થકારણ પર જીવતી રાજકીય ભૂતાવળ
અર્થકારણના શબ પર જાણે સૈકા જુની રાજકીય ભુતાવળ હજુ હચમસ્યા કરતી હતી, અને મેત પામવા પહેલાને સન્નિપાત જમાવતી હતી. આ રાજકીય સ્વરૂપને ઉદય તે સમાન રામન અધિકારમાંથી શરૂ થયું હતું પણ આજે સર્વભક્ષક બનેલા જાલીમ કારભારે તેમાંથી બધી સમાનતાને શોષી લીધી હતી. રોમન નાગરિકનું આરંભમાં હતું તેવું નાગરિકરૂપ હવે રહ્યું નહોતું. હવે તે એ રૂપમાંથી બધી નાગરિકતાને સંસ્કાર એવાઈ ગયો હતો અને એક્લાં શસ્ત્રો જ રહ્યાં હતાં. શસ્ત્ર એકલું જ જેને શણગાર હતા, તેવું રેમન રાજકારણ એકલા યુદ્ધનું જ રાજકારણ બની ચૂકયું હતું. આ રાજકારણે હવે અંદરઅંદરના યુદ્ધને કારનું ય આરંભી દીધું હતું. સીનેટ નામની સર્વોચ્ચ રાજકીય સંસ્થા હવે ફોરમની વ્યાસપીઠ પર શબ બનીને વળ ચેષ્ટાઓ જ