________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૧૯૮
ગ્રીક ધ વ્યવહારનું હેલેનિસ્ટીક સ્વરૂપ
સિકંદરના સમયથી ગ્રીક સંસ્કૃતિને જીવન વ્યવહાર ખીજા દેશમાં સંસ્થાને જમાવવા અને જગત જીતવા નીકળી પડયો હતા. આ વિજ્યયાત્રામાં સામેલ થઇને બહારના જગતને પરિચય પામવા નીકળેલુ' ધર્મ સ્વરૂપ અને તેને સમય હેલેનિસ્ટિક તરીકે આળખાય છે. આ સમયમાં ગ્રીસના ધર્મસ્વરૂપમાં પૂર્વની દુનિયાના ખીજા પ્રદેશેાનાં ધર્મ સ્વરૂપે.ની અસર ભેગી ગઇ. આ ઉપરાંત નગરા સાથે જોડાયેલું ધર્મસ્વરૂપ સિક ંદરના સંસ્થાનિક રાજ-કારણની અસર નીચે પણ આવી ગયુ, સિક ંદરે જગત જીતવા નિકળતાં પહેલાં ગ્રીસ ધરતી પરનાં તમામ નગરરાજ્યેયને જીતી લીધાં હતાં. સિકંદરે આ પરાધિન નગર રાજ્યોને હુકમ કર્યાં હતા કે નગરાનાં દેવદેવીઓમાં એક દેવને ઉપરી તરીકે ઉમેશ કરવા અને તેનું પોતાનુ દેવ તરીકે પૂજન કરવું. આ જીવતા દેવે પેાતાની હાજરીમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રવેશ કરનારને માટે સાષ્ટાંગ પડવાનું ફરમાન કાઢ્યું.
ચિંતનનું રૂપ
આવા ધર્માંસ્વરૂપની સાથે સાથેજ ગ્રીક ચિતકાએ ચિંતનની શાખા શરૂ કરી. યથાર્થવાદ અથવા “ • રેશનાલીઝમ ” ભૌતિકવાદ અથવા મટીરીઆલીઝમ, અજ્ઞેયવાદ અથવા “ એગ્નાસ્ટીસીઝમ ’’ અને નાસ્તિકવાદ અથવા એથેઇઝમ ” સિક ંદરના સમયના ચિંતનની મુખ્ય શાખાએ હતી.
""
ચિંતનની આ બધી શાખાઓ ધાર્મિક જીવનવ્યવહાર તરફ સુધારક અને ક્રાંતિકાર પ્રતિક્રિયા તરીકે જન્મી હતી. સેક્રેટિસનું ચિંતન પણ ધર્મવ્યવહાર સામેના એક પ્રખર એવા સામાજિક સુધારકનું ચિંતન હતું. સેક્રેટિસ, ધર્માંના ક્રિયાકાંડાના નિષેધ વન વ્યવહારમાં કરવાના સંવાદો ચલાવતા હતા અને માણસને તેની પેાતાની જાત જીવનવ્યવહારના સત્યમાં તપાસી જોવાની હાકલ કરતા હતા. હેામર અને હિસિયડ નામના ગ્રીસના આદ્ય કવિએએ પણ વિશ્વરચના ઉપર કવિતાઓ કરી હતી. ચિંતનની આ શાખાએએ પદાર્થ જગતની પેલે પારના અને દંતકથાના બધા તરંગી ખ્યાલાના સામના કર્યો તથા પોતાના ચિંતનના પાયા ભૌતિક જગત ઉપર અને યથાવાદ પર સમેધવા માંડથો. ચિંતનની આ શાખાએએ આ રીતેવૈજ્ઞાનિક વિચારણાના પાયા નાખ્યા તથા સંસ્કૃતિ અને સમાજના જીવન વ્યવહારની પ્રગતિશીલ સેવા બજાવી.