________________
વિશ્વ ઈતિહાસની દિપાવલી
૨૦૫
રચના વચ્ચે ધણા ફરક છે. આજે તમે ગ્રીક શહેનશાહતને પાછી પાડી છે પણ રેશમન શહેનશાહતને કાઇ રોકી શકયું' નથી. ’’
ઈઝરાઇલના મેકાખી આ વાત સાંભળતા ઉંડા વિચારમાં ગરકાવ થઇ ગયા અને રામન લીગેટ પર તાકી રહેતા સ્મિત કરતા ખેલ્યો “ તે તો અમારી સાથે તમારા ભેટા થશે એમને!”
રામનશાહતના રસ્તા વચ્ચેના શાંતિ સ્તંભ, જુડિયા.
રામન શહેનશાહતનાં લશ્કરા નીચે દેશદેશની ધરતી હવે ધ્રુજવા માંડી હતી. કાઈ કિલ્લાઓ કે શસ્ત્રો તેમની આગેકૂચને રાકી શકતા નહાતા. દેશદેશના નગરાતે તારાજ કરતી રેશમન લીજીયનેાને સમુદ્રની સીમા સુધી આગળને આગળ વધવાના ટૂંકમ જૂલિયસ સીઝરે આપી દીધા હતા.
પણ પાછે પેલેસ્ટાઇન દેશ અને એને નાને સરખા જીડિયા નામના પ્રદેશ સીઝરની સેનાઓના રસ્તાની વચ્ચે ઉભા હતા. આ જુડિયા પાસે રામના જેવી લીજીઅનેા હતી નહિ કે તેવા શસ્ત્રસાજ પણ હતેા નહી પણ જે ખીજા દેશોએ ગુમાવી દીધું હતું તેવું સંસ્કૃતિનું મૂલ્ય અથવા ઇતિહાસના આત્મા એણે પોતાના લુખ્ખાં અને સૂકાં શરીરામાં સંધરી રાખ્યા હતા. પોતાની આ પૂંછ માટે મગરૂર બનતા જુડિયાના આ યહૂદી માનવા રામનેાની મૂર્તિ પૂજા ઉપર હસતા હતા અને કહેતા હતા કે “ જેવું સત્યનું રૂપ નરી આંખે દેખાતું નથી તેવા જ ઇઝરાઇલના એક ઈશ્વર ન દેખાય તેવા છે. ’’
ન દેખાય તેવા એક જ ઇશ્વરને ભજનારાં જીડિયાનાં માનવાની હાંસી કરતા રામનાએ જુલિયસ સીઝર પછી શહેનશાહ બનેલા ઓગસ્ટસનું ફરમાન