________________
૨૨૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વધસ્તંભને પિતાનું પ્રતીક બનાવ્યો. આ ક્રુસ અથવા વધસ્તંભને કંઠમાં લટકાવીને નેરેનિના સંધમાં, પિટર અને પિલનાં, તથા સ્ટિફનનાં નામ જાણતાં બન્યાં. જોતજોતામાં બાર જણુથી શરૂ થએલે આ સંધ પેલેસ્ટાઈનમાં આઠ હજારની સંખ્યાવાળ બન્યું તથા, રોમન કાનૂન પ્રમાણે વધ પામવાને લાયક મનાયા પછી ભમભિતર બની જઈને વધારેને વધારે વિશાળ બનવા માંડ્યો. સંતપેલ અને સંત પિટર
વધતે જ ઇસુને સંધ હવે રેમનગરમાં પહોંચીને, પ્રેમના કાનૂનને ધારણ કરીને રેમન શહેનશાહતને મૂકાબલે કરતે હો ત્યારે મશહૂર બનતું નામ સંતપેલનું હતું. પેલ, તારસસમાં, સિબસિયામાં જનમે હતે. એનું નામ તે સેલ હતું, પણ ગ્રીક ઉચ્ચાર અને પોલ કહેતા હતા. ઈસુના વધ પછી દસમા વરસે જનમીને એ ગ્રીસમાંથી જેરુસલેમમાં આવીને રહ્યા હતા અને જુવાનીમાં તંબુ બનાવવાનો ધંધો કરતે હતે. જેરૂસલેમમાં મૂર્તિપૂજક ધર્મના વડાઓ પાસે એ ભણત હતું, અને ઈસાઈઓને પકડી લાવનારી ટુકડીઓને પિલ મન આગેવાન હતો.
સ્ટિફનને પકડીને ધર્મની અદાલત પાસે અને રેમન કાનૂન પાસે, એણેજ ઊભું કરી દીધું હતું અને પછી એને અરધે દાટીને પથરાઓ મારીને મારી નાખવાની શિક્ષાને અમલ કરનાર પણ એ જ અમલદાર હતે.
ઈ. સ. ૩૧ ની સાલમાં આ નવજુવાન દમાસ જતો હતો. દમાસકસમાં ઇસાઈ સંઘને અવાજ ઊઠયો હતો. આ અવાજને શાંત કરી દેવા માટે ત્યાંના ઈસાઈ આગેવાનેને પકડી લાવવા એ એક ટુકડી લઈને જેરુસલેભથી નીકળી ચૂક્યો. પણ પિલને હવે ઊંધ આવી શકતી નહોતી. મધ રાતમાં એ ઝબકીને જાગી ઊઠતે હતો. પથરા ખાઈને મરી ગયેલે સ્ટિફન એની ઉંધ બગાડી મૂકતે હતે. તેય એ મક્કમ બનીને, ક્રર બનીને હોઠ બીડીને આગળ વધતો હતો. દમાસકસ હવે બહુ દૂર નહોતું. એની ટુકડી સાથે એ આરામ કરવા પડ્યો હતો ત્યારે, મધરાતની એની પથારીમાંથી એણે બૂમ પાડી: “કેણું છે તું? તું મને છોડતું જ નથી”
રોજની આ બાબત છે, એમ સમજીને એના સાથીદારે સૂઈ રહ્યા હતા ત્યારે એ ઊઠે. એની બહાવરી, ફાટેલી આંખ વડે, ઊંઘમાજ જાગી ગયેલ એને પશ્ચાતાપને વેગ વિફર્યો હતો. એની નજર એ વેગ દેખાડે તેજ દેખાવને દેખી શકતી હતી. એનું આખું ચિત્તતો હજુ ઊંઘમાંજ હતું. આખા ચિત્તમાંથી એકલે પેલે પશ્ચાતાપ, કકળાટ કરતે એને ઊભો કરી દેતે હતો અને એ