________________
પ્રાચીન યુગને મધ્યયુગી એકેડે, કેમ
રર૫ ઓગસ્ટસને યુગ સુવર્ણયુગ કહેવાયો. આ સુવર્ણયુગનું મથક રોમ, આરસની ઈમારતથી સુશોભિત બન્યું તથા ઇટાલીના પ્રાંતેનું સાશન વધારે વ્યવસ્થિત બનાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. ગ્રીસ સંસ્કૃતિનું શિલ્પ રેમનગર પર મઢવામાં આવ્યું. ગ્રીક પ્રતિભાઓને આખી ઉપાડી લાવીને રોમ પર ગોઠવવામાં આવી. જગતભરની ખાણ અને ખેતરો તથા, શ્રમની આવડતને રોમન શહેનશાહતને શણગાર બનાવામાં રોકવામાં આવી. આ સુવર્ણ સમયમાં રેમનગરની હકુમત નીચે, ૧,૮૭૫,૦૦૦ ચેરસમાઈલ જેટલું સામ્રાજ્યને વિસ્તાર આવી ચૂકે હતો. ભૂમધ્યના બધા કિનારાના પ્રદેશ અને ટાપુઓ રોમન અધિકાર નીચેના સંસ્થાન પ્રાંત બની ચૂક્યા. ભૂમધ્ય રોમન સરોવર બન્યો. પૂર્વમાં પેલેસ્ટાઈન મેસોપોટેમીયા, સીરીયા અને આરમેનીવાળું, પશ્ચિમમાં પેઈન ગેલ અને બ્રિટનના પ્રદેશવાળું, ઉત્તરમાં રૂમાનીયા, હંગેરી અને જરમનીવાળું, દક્ષિણમાં આફ્રિકાના ઉત્તર કિનારાવાળું, છતવાળું તથા અરબસ્તાનની પટ્ટીવાળું આ વિશ્વસામ્રાજ્ય બન્યું. શહેનશાહતની લીજીઅનની, હાક અને ધાક, કાપીઅન સમુદ્રથી આયરીશ સમુદ્ર સુધી અને ત્યાંથી એટલાંટિકના કિનારા સુધી વ્યાપી ગઈ. સુવર્ણયુગમાં ઈસ્વીસન યુગ
આ સુવર્ણયુગનું ઓગસ્ટસના અંતકાળનું સમયરૂપ ઇસવીસનના ઉદયકાળનું આલેખાયું. જગતના સંસ્કારના ઇતિહાસમાં મૂર્તિ પૂજાને બદલે, માનવ અનુરાગ સાથે સંકળાયેલા, માનવ સંસ્કૃતિને અનુરૂપ એવા ઈશ્વરની ધર્મભાવનાને આરંભ ઓગસ્ટસના જમાનામાં થયો. આ સુવર્ણયુગમાંજ આ શહેનશાહતના મૂર્તિપૂજાના પાયા તેણે હચમચાવી નાખ્યા. લશ્કરની હિંસક ઘટના પર ચણાયેલી આ શહેનશાહતના સ્વરૂપના નિષેધ જેવું ઈસાઈઓનું સત્યાગ્રહનું સવિનયરૂપ રોમન શહેનશાહતમાંજ ઉભું થયું. આ સુવર્ણયુગમાં જ આ શહેનશાહતના માલિકીના “કાનૂન સ્વરૂપને પગથી માથા સુધી હચમચાવી નાખનાર પેલેસ્ટાઈનને જિસસનામનો એક લુહારને દિકર રેમનસલ્તનત સામે એક ઈશ્વરના શાસનની વાત પૂકારીને, સવિનય કાનૂનભંગ કરીને જેરૂસલેમમાં
મન કાનૂન પ્રમાણે વધ પામી ગયા હતા. આ વધસ્તંભ વિશ્વ ઈતિહાસને જાણે સીમાસ્તંભ બન્યું હતું. આ વધસ્તંભ પરથી, રેમન બાદશાહત નીચે કચડાતી માનવતાની ઝંખના, માનવ માનવ વચ્ચેના પ્રેમસંબંધનું આવાહન કરતી જેરૂસલેમથી નીકળીને ઓગસ્ટસના સળવળતા રામનગર સુધી પહોંચતી દેખાતી હતી. આ ઝંખનાનું વાહન, માનવ સમુદાય બનતા હતા, તથા સૌથી પહેરો બાર જણને ઈસાઈસંધ નેરેનિસ નામને ધારણ કરીને જેરૂસલેમની ધરતીપર સ્થપાતે હતે. આ ઇસાઇઓ અથવા “નરેનસો” એ, ઈસના
૨૯